દેશની કુલ નિકાસમાં ૩૩ ટકાના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને – રાજ્યમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત “ધ સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડ્રસ્ટીઝ” નીતિ અમલી – ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮.૧૪ ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં ટોચના સ્થાને – ગુજરાત રાજ્ય માં એપ્રિલ-ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન ૪.૧ બિલિયન ડોલરનું હ્લડ્ઢૈં, જે ગત વર્ષે પ્રાપ્ત કુલ હ્લડ્ઢૈંના ૧૫૩ ટકા – ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ હેઠળ પાટણના પટોળા,જામનગરની બાંધણી અને કચ્છના ભરતકામને જી.આઇ. ટેગ પ્રાપ્ત – વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં નાગરિક ઉડ્ડયનમાં રૂ. ૩૩૮.૦૦ કરોડની નવી બાબતો સાથે કુલ રૂ.૫૨૭.૮૯ કરોડ એમ બજેટમાં કુલ ૧૮૦ ટકાનો વધારો કરાયો – ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓના જવાબમાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના સકલ ઘરેલું ઉત્પાદન(ય્ડ્ઢઁ) માં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે રહ્યો છે. રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક રાજ્યની ઓળખ ધરાવતા ગુજરાતની વિકાસગાથાને વધુ આગળ ધપાવવા ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રાજ્ય સરકારે કુલ રૂ. ૮,૫૮૯ કરોડની જોગવાઇ કરી છે.
મંત્રીએ કહ્યું હતું કે, દેશની કુલ નિકાસમાં ૩૩ ટકાના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. છેલ્લાં ૮ વર્ષમાં દેશમાં થયેલ આશરે રૂ.૩૨ લાખ કરોડના વિદેશી મૂડી રોકાણ પૈકી ૫૭ ટકા એટલે કે રૂ.૧૮ લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. નીતિ આયોગના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમા સમગ્ર દેશમાં ગુજરાતે ટોપ એચિવર સ્ટેટમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાત ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રનું પાવરહાઉસ છે. ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી છે જેના થકી ગુજરાત સમગ્ર દેશમાં “મેક ઇન ઇન્ડિયા અભિયાન” હેઠળ તમામ રાજયોમાં સાચા અર્થમાં અગ્રેસરની ભૂમિકા ભજવી છે.
મંત્રીએ કહ્યું હતું કે, દેશની માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા જમીન વિસ્તાર ધરાવતા ગુજરાતનો ૨૦૨૦-૨૧માં જી.એસ.ડી.પી. ભારતના જી.ડી.પી.નો ૮.૨૭ ટકા રહ્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ, પારદર્શક રીતે અને ઝડપી મંજૂરીઓ મળવાથી રાજ્યમાં ઉદ્યોગો માટે અવિરત વીજ પુરવઠો સાથે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો માર્ગ મોકળો થયો છે. સરકારના આ હકારાત્મક પ્રયાસોએ ઉદ્યોગકારોને આકર્ષિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮.૧૪ ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે. ભારતના કુલ નિશ્ર્ચિત મૂડી રોકાણના લગભગ ૨૦.૬ ટકા સાથે, ગુજરાત તે શ્રેણીમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૨માં પણ ગુજરાતમાં એપ્રિલ-ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન ૪.૧ બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે ગયા વર્ષે પ્રાપ્ત કુલ સીધા વિદેશી રોકાણના ૧૫૩ ટકા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત આંકડાકીય માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૦થી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ફાઇલ કરાયેલા તમામ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શનના ૧૬.૩ ટકા સાથે અને કુલ ૧૪ લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન સાથે ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. દેશના ઔદ્યોગિક રાજ્ય ગુજરાતે આ બાબતે ભારતને અગ્રેસર બનાવવાની પહેલ હાથ ધરી છે અને ઉદ્યોગોને સહાયતા માટે ‘આત્મનિર્ભર ગુજરાત સ્કિમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ શરૂ કરી છે. મૂડીરોકાણ આકર્ષવા ઉપરાંત, રાજ્ય સરકાર ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ પર એક્સમાન યાન કેન્દ્રિત કરી રહી છે. સિંગલ વિન્ડો પોર્ટલ રોકાણકાર સુવિધા પોર્ટલ વિક્સાવનાર ગુજરાત દેશના પ્રથમ રાજ્યોમાંનું એક હતું. છેલ્લા બે વર્ષમાં ૨૫થી વધુ નવી એપ્લિકેશન અને એપ્રુવલ્સ વિક્સાવવામાં આવ્યા છે અને રોકાણકાર સુવિધા પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે. હાલમાં, રોકાણકાર સુવિધા પોર્ટલ પર ૧૮ વિભાગોને લગતા ૧૮૦થી વધુ બિઝનેસ રજીસ્ટ્રેશન/એપ્રુવલ્સ ઉપલબ્ધ છે અને આ પોર્ટલે ૧૨.૭ લાખથી વધુ અરજીઓ પ્રોસેસ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ સ્ટાર્ટઅપ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત, ઉદ્યોગ સાહસિકોની ભૂમિ હોવાને કારણે કેટલીક મોટી ભારતીય કંપનીઓ માટેનું ઉદ્ભવ સ્થાન રહ્યું છે, ગુજરાતની આ સહજ સંસ્કૃતિનો આ મજબૂત પાયો તેને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતું આગવું રાજ્ય બનાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના સ્ટાર્ટઅપ્સ/ઇનોવેટર્સને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી- ૨૦૨૦ હેઠળ “સ્ટાર્ટઅપ્સ નવીનતા પ્રોત્સાહન યોજના” અમલી કરાઈ છે જે સ્ટાર્ટઅપ્સને ૩૬૦ ડીગ્રી સપોર્ટ કરે છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાના મહત્વના ચાલકબળ બનાવવા અને ભારતને ફાઇવ ટ્રિલિયન યુ.એસ. ડોલર અર્થતંત્રના લક્ષ્ય તરફ લઈ જવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
મંત્રીએ બજેટની જોગવાઈઓ અંગે વિગતો આપતા કહ્યું હતું કે, ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રૂ.૧૫૮૦ કરોડ, રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન સ્જીસ્ઈ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા જુદા જુદા પ્રકારની સહાય માટે રૂ.૧૫૦૦ કરોડ, મોટા ઔદ્યોગિક એકમોને રાજ્યમાં મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરવા રૂ.૮૮૦ કરોડ, આદિજાતિ વિસ્તારોમાં ૮ એગ્રો પ્રોસેસીંગ માટે બે તથા સી-ફૂડ પ્રોસેસીંગ માટે બે જી.આઇ.ડી.સી. વસાહતો સ્થાપવાનો નિર્ણય કર્યો છે, જેના વિકાસ માટે રાજ્ય સરકારની સહાય પેટે રૂ.૨૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે રૂ.૪૭૦ કરોડ, ઉદ્યોગોની લૉજિસ્ટિક કોસ્ટ ઘટાડવા, લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી પૂરી પાડવા તેમજ લૉજિસ્ટિક ફેસીલીટી વિક્સાવવા રફાળેશ્ર્વર અને બેડી પોર્ટ પાસે ટમનલ બનાવવા રૂ.૨૩૭ કરોડની જોગવાઈ કરવાઈ છે.
રાજ્યના ત્રણ સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન ધોલેરા, માંડલ-બેચરાજી અને પી.સી.પી.આઇ.આર. દહેજમાં ઉદ્યોગો માટે વૈશ્ર્વિક કક્ષાની આંતરમાળખાકિય સુવિધાઓ ઊભી કરવા રૂ.૧૮૮ કરોડ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ૧ હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે રૂ.૧૦૦ કરોડ તેમજ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે રૂ.૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કુટીર ઉદ્યોગની વાત કરતા કહ્યું હતું કે, ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજના હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિત આઇટમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા માનનીય વડાપ્રધાન નરન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. જે અંતર્ગત પાટણના પટોળા, જામનગરની બાંધણી અને કચ્છનું ભરતકામને જી.આઇ.ટેગ મળ્યું છે. એક્તાનગર ખાતે દેશના વિવિધ રાજયોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવ્યાં છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટીમોલ સ્થાપવામાં આવશે. કુટિર ઉદ્યોગની યોજનાઓ જેવી કે વાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે ૩૭ હજાર લાભાર્થીઓ માટે રૂ.૨૩૭ કરોડ તથા માનવ કલ્યાણ યોજના અન્વયે ૨૭ ટ્રેડ માટે અંદાજે ૩૫ હજાર લાભાર્થીઓને લાભ આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી ખાણ વિભાગની માંગણીઓ અંગે જવાબ આપતા મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યમાં ઉદ્યોગ અને ખાણ વિભાગની ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીના તાંબા હેઠળ કુલ ૩૨ જિલ્લા કચેરી, ૧ મુખ્ય કચેરી, ૩ ખનિજ સંશોધન વર્તુળ તથા ૩ લાઇંગ સ્ક્વોર્ડની કચેરીઓ કાર્યરત હતી.જ્યારે હાલમાં કામગીરીના પરિપેક્ષ્ય અને વહીવટી સરળતા માટે તેમજ સ્થાનિક લોકોની સાનુકૂળતા યાને રાખતાં કુલ ૫ જિલ્લાઓના પુન: ગઠન કરી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીના તાબા હેઠળ નવી ૫ જિલ્લા કચેરી શરૂ કરવામાં આવી છે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ટેકનોલૉજીના ઉપયોગ દ્વારા ગેરકાયદેસર ખનિજ વહન પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા નવી મોબાઇલ આઉટ પોસ્ટ ચાલુ કરવામાં આવી છે. ઓનલાઇન સિસ્ટમમાં સુધારા અને ટેક્નોલોજીમાં અપડેશન અંતર્ગત રાજ્યમાં બોગસ ટ્રાન્ઝીટ પાસ તેમજ ડીલીવરી ચલણ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા ગુજમાઇન સોટવેર તૈયાર કરવામાં આવ્યું છે. ખનીજોના ઓવરલોડ વહન ઉપર રોક લગાવવા માટે આર.ટી.ઓ.ના સહયોગથી વાહનોનું મોનીટરીંગ થાય તે માટે ટ્રેકીંગ ઉપકરણ લગાવવામાં આવે છે.
જીઓમાઈન મોબાઇલ એપ્લીકેશન દ્વારા લીઝ/પરમીટ ઇન્સ્પેકશન, સ્ટોકના ઇન્સ્પેકશન અને ખનીજનું વહન કરતાં વાહનોનું ચેકીંગ તેમજ લીઝ ધારકો ચુકવણીઓ ઓન-લાઇન કરી શકે તે માટે આ નવી સિસ્ટમ વિક્સાવવામાં આવી છે. ગેરકાયદેસર ખાણકામ અટકાવવા માટે માનવરહિત વાહન (ત્રિનેત્ર) ડ્રોનના ઉપયોગથી ખાણકામવાળા વિસ્તારોની દેખરેખ માટે અને પ્રવૃત્તિઓના મોનિટરિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં અગાઉ અરજી આધારિત લીઝોની ફાળવણી કરવાની પદ્ધતિના સ્થાને હાલમાં જાહેર હરાજીથી લીઝોની ફાળવણી કરવાની પદ્ધતિ અમલમાં મૂકી છે. આ તમામ ટેકનોલૉજીસભર પ્રવૃત્તિઓના પરિણામે રાજ્ય સરકારને વર્ષ ૨૦૨૧માં નવી દિલ્હી ખાતે ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સીસ્ટમ માટે પ્લેટિનમ સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
નાગરિક ઉડ્ડયનની માંગણીઓ રજૂ કરતાં મંત્રી બળવંતસિંહ રાજપુતે કહ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન સંબંધિત કામગીરીની શરૂઆતથી વર્તમાનમાં ગુજરાતમાં ૧૯ એરપોર્ટ/એરસ્ટ્રીપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ૨ (બે) વોટર એરોડ્રોમ વિક્સાવી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે.
નાગરિક ઉડ્ડયનમાં વર્ષ ૨૦૨૨-૨૩ ના અંદાજપત્રમાં કુલ ૧૮૮.૬૦ કરોડની સામે વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં રૂ. ૩૩૮.૦૦ કરોડની નવી બાબતો સાથે કુલ રૂ.૫૨૭.૮૯ કરોડ એમ બજેટમાં કુલ ૧૮૦ ટકાનો વધારા કરવામાં આવ્યો છે.
મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના શહેરોને હવાઇસેવા મળી રહે તે માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને અમરેલી જેવા મહત્વના શહેરોમાં સીધી એર કનેક્ટીવીટી શક્ય બની છે. ૨૦૨૩-૨૪ના વર્ષમાં અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદ માટેનો નવો રૂટ શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કેશોદ એરપોર્ટનું વિસ્તૃતિકરણ, દ્વારકા ખાતે નવુ એરપોર્ટ જે ગીર જેવા સ્થળો- ટુરીઝમને એક્ધરેજ કરે છે.રાજ્યમાં ટુરીઝમને વેગ મળે અને વિદેશી પ્રવાસીઓને એર કનેકટીવીટીની સુવિધાઓ મળી રહે, આથી ગુજરાતમાં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નવા એરપોર્ટનો વિકાસ કરવાનું આયોજન છે. જેમકે, કેશોદ, દ્વારકા, રાજપીપળા, દાહોદ, ઘોરડો, ધોલાવીરા, મોરબી અને અંકલેશ્ર્વરનો સમાવેશ થાય છે. આ માટે વર્ષ- ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં રૂા.૨૧૫ કરોડની નવી બાબત મંજૂર કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
સિવિલ એવીએશન પોલીસીની રચના અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાધુનિક નાગરિક ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવીને ગુજરાતમાં ઉડ્ડયન ઇકોસિસ્ટમને મજબૂત કરવા, સીમલેસ એર ટ્રાન્સપોર્ટેશન પ્રદાન કરવા, ટેક્નોલોજીના નવીન ઉપયોગને પ્રોત્સાહન આપવા, એરક્રાફ્ટ અને એવિઓનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા, બિઝનેસ કરવાની સરળતા વધારવા તથા પ્રત્યક્ષ કે અન્ય રીતે ઈન્સન્ટિવ પુરા પાડી ગુજરાતમાં સ્પેર પાર્ટ મેનુફેકચરિંગ, મેઇન્ટેનન્સ રિપેર ઓવેરહાઉલ (ર્સ્ઇં), એવિએશન ક્ષેત્રે રિસર્ચ, એવિએશન લોજિસ્ટિક સહીત એવિએશન ઇન્ડસટ્રીઅલ પાર્કની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિક્સાવવામાં આવશે. આમ કુશળ માનવબળનું સર્જન કરવાથી ગુજરાત, ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં અગ્રણી રાજ્ય તરીકે વિકાસ પામશે જે માટે સરકાર દ્વારા પોતાની સીવીલ એવીએશન પોલીસી બનાવવામાં આવનાર છે. આ ખર્ચને પહોંચી વળવા માટે વર્ષ-૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં રૂા.૨૧૦૦ લાખ ફાળવવા માટે નવી બાબત મંજૂર કરવામાં આવી છે.
રાજ્યમાં એવીએશનો બહોળો ફેલાવો થાય અને રાજ્યમાં એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓમાં વધારો થાય તે માટે વિવિધ નવી પહેલ માટે તેનો શક્યતાવર્તી અભ્યાસ કરાવવાની જરૂરીયાત જણાઇ રહી છે. જેમાં રાજ્યના પ્રવાસન માર્ગોને રાષ્ટ્રીય સકટથી જોડવાની કનેક્ટિવિટી વધારવા માટેનો શક્યતાવર્તી અભ્યાસ, રાજપીપળા ખાતે એરોસ્પોર્ટ્સ હબ માટેનો શક્યતાવર્તી અભ્યાસ, ગુજરાતમાં મલ્ટી રોલ લાઈંગ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના વગેરે શરૂ કરવા શક્યતાવર્તી અભ્યાસ કરવાની જરૂરીયાત વગેરે સૂચિત છે. આ ખર્ચને પહોંચી વળવા માટે વર્ષ-૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં રૂા.૧૦૦.૦૦ લાખ ફાળવવા માટે નવી બાબત મંજૂર કરવામાં આવેલ છે.
રાજ્યમાં નવી એરસ્ટ્રીપ, હેલીપોર્ટના વિકાસ થકી રાજ્યમાં પ્રવાસન ઉપયોગને વેગ અને પ્રોત્સાહન મળશે. વી.જી.એફ. યોજના હેઠળ વધુ રૂટને આવરી લઈને મુસાફરોની સંખ્યા જે હાલમાં લગભગ ૩૧,૦૦૦ જેટલી છે તેને બમણી કરવાનું લક્ષ્યાંક છે. રાજ્યના પ્રવાસન સ્થળો તથા યાત્રાધામો હવાઈ સેવા દ્વારા જોડાય શકે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા મેડીકલ ફલાઇટ (પેશન્ટ સાથે) અને ઓર્ગન (માનવ અંગ)ના ટ્રાન્સપોર્ટેશનની કામગીરી વધુ લોકભોગ્ય બનાવવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓ બુધવારે વિધાનસભા ગૃહમાં પસાર કરાઈ હતી.