ડેમ પાસે બેસી વાસણ ઘસી રહેલી 15 વર્ષની યુવતી પર મગરનો હુમલો જડબામાં લઈ ખેંચી ગયો

 જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. અહીં અવાન નવાર વન્ય પ્રાણી દીપડો, સિંહ વગેરેના હુમલાની ઘટના સામે આવતી રહે છે. પરંતુ આજે મગર દ્વારા યુવતી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક સગીર યુવતી ડેમ પાસે બેસી વાસણ ધોઈ રહી હતી તેજ સમયે મગરે હુમલો કરી જડબામાં ભરાવી ડેમમાં ખેંચી ગયો. વન વિભાગની ટીમ દોડતી થઈ. જ્યારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, આજે બાબરીયા રેન્જના ઝાંખીયા રાઉન્ડમાં પોપટડી નેશમાં રહેતા માલધારી ભાભલૂભાઇ વાઘની પુત્રી હિરલબેન ભાભલૂભાઇ વાઘ ઉ.વ.15 સવારે મચ્છુદરી નદીના ડૂબાણવાળા વિસ્તારમાં પાણીમાં વાસણ ધોવા ગઈ હતી. અહીં મગર દવારા હુમલો કરી મગર ઉડા પાણીમાં લઈ જતા મોત થયું છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે, ઘણા સમય બાદ પણ દીકરી ઘરે ન આવી તો યુવતીના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી દીધી હતી. આખરે ડેમ પાસે વાસણ વેરવિખેર અને યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા, આ સિવાય મગરના પગના નિશાન પણ મળી આવતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

આ મામલે ગ્રામજનોએ વનવિભાગનો સંપર્ક કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ડેમના કિનારે જોવા મળેલા નિશાન મગરના જ હોવાનું પુષ્ટી કરવામાં આવી હતી. ત્યારબાદ કન્ફોર્મ થઈ ગયું કે, યુવતી પર મગરે હુમલો કર્યો છે, અને જડબામાં ભરાવી પાણીમાં ખેંચી ગયો છે. વન વિભાગ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ, ડેમનો વિસ્તાર મોટો હોવાથી યુવતીના અવશેષ શોધવા મુશેકેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ મામલે ગ્રામજનોનું કહેવું છે કે, ગામના મોટાભાગના લોકો દરરોજ અહીં કપડા વાસણ ધોવા માટે આવે છે. પરંતુ, અહીં પાણીમાં મગર હોવાથી ગ્રામજનો અજામ હતા. મગરના આ હુમલાથી ગામમાં ભયોન માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોની માંગ છે કે, વન વિબાગ અહીંથી મગરને પકડી કોઈ અન્ય જગ્યા પર લઈ જાય તો આ વિસ્તાર સુરક્ષિત થઈ જાય.

ઉલ્લેખનીય છે કે, હમણાં એક અઠવાડીયા પહેલા જ દીપડા દ્વારા એક પાંચ વર્ષના બાળક પર હુમલો કરવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં બાળકનું મોત થયું હતું. આ ઘટના ધારીના પાણીયા રેન્જમાં બની હતી. જ્યારે બાળક વાડીમાં રમી રહ્યું હતું ત્યારે દીપડાએ હુમલો કરી ખેંચી ગયો હતો. જોકે, વન વિભાગની ટીમે ચાર દિવસ મહેનત કરી માનવભક્ષિ દિપડાને ઝડપી પાડ્યો હતો.