બજેટમાં ફાળવેલી ગ્રાન્ટ બાબતે શાસકપક્ષમાં બે ભાગ જોવા મળ્યા?!..

નવીદિલ્હી,

જિલ્લા પંચાયતનું વર્ષ-૨૦૨૩-૨૪નું ડ્રાટ બજેટ રૂપિયા ૬.૦૫ કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન સ્વભંડોળમાં રૂપિયા ૩૯.૯૮ કરોડની આવકની સામે રૂપિયા ૩૩.૯૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જોકે બજેટમાં ફાળવેલી ગ્રાન્ટને લઇને શાસકપક્ષમાં બે ભાગ જોવા મળ્યા હતા. જેનો વિપક્ષ દ્વારા આનંદ લેવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ દિલીપ પટેલના અધ્યક્ષતામાં મળી હતી. સભાની શરૂઆતમાં જ ગત સામાન્ય સભામાં રજુ કરેલા પ્રશ્ર્નોના અધિકારીઓ દ્વારા જવાબો આપવામાં આવ્યા નહી હોવાનો કોંગ્રેસના સદસ્યે બળાપો કાઢ્યો હતો. જ્યારે તેના જવાબમાં પ્રમુખે બજેટની ખાસ સામાન્ય સભા હોવાનું જણાવી પ્રશ્ર્નોના જવાબ તમોને મળી જશે તેમ જણાવીને મામલો ઠાળે પાડ્યો હતો. જિલ્લા પંચાયતનું વર્ષ-૨૦૨૨-૨૩નું સુધારેલું બજેટ રજુ કરવામાં આવતા જ ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા અને કારોબારી સમિતિના ચેરમેન અનિલ પટેલે પ્રવાસી ગ્રાન્ટ રૂપિયા ૧.૨૫ કરોડ પ્રમુખને ફાળવવામાં આવી હતી.