પાવાગઢ તારાપુર દરવાજા પાસે આગ લાગતા દોડધામ

હાલોલ,

યાત્રાધામ પાવાગઢ ડુંગર આકસ્મિક કારણોસર આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી. તારાપુર દરવાજા નજીક જંગલના સુકા ઝાડી-ઝાંખરામાં આગ લાગતા આગ વધુ પ્રમાણમાં પ્રસરી હતી. અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની ધટનાને કારણે મંદિર તરફ આવવા જવાનો પગપાળા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને પગપાળા યાત્રીઓને માચી રેવાપથ અને ઉપર રોપ-વે અપર સ્ટેશન પાસે રોકી દેવામાં આવ્યા હતા. ફાયર કર્મીઓએ ફાયર ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગાઢ જંગલ વચ્ચે આગની ધટના બનવાના કારણે ફાયર ફાયટર ધટના સ્થળે પહોંચી શકયુ ન હતુ. આગથી મંદિર તરફના વીજ વાયરોને નુકસાન પહોંચતા મંદિર પરીસરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.