ઝાલોદ,
ગુજરાત બોર્ડની 10 અને 12ની પરીક્ષાઓ માટે સંજેલી કેન્દ્ર રદ્દ કરી નંખાતા ત્યાંના ગ્રામ્ય વિસ્તારના પરીક્ષાર્થીઓને ઝાલોદ આવવુ પડ્યુ હતુ. વિધાર્થીઓની સંખ્યાને પહોંચી વળી તમામ વિધાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે સંજેલી માટે 9 બસ રૂટ અને અન્ય 14 નવા રૂટ કુલ મળીને 23 બસ રૂટ ખાસ પરીક્ષા માટે તાત્કાલિક ધોરણે ફાળવીને ઝાલોદ ડેપો મેનેજર મનિયાએ માનવીય અભિગમ અપનાવીને વિધાર્થીઓની વ્હારે આવ્યા હતા. પરીક્ષાના કિંમતી સમયે અપડાઉનની સવલત સમયસર મળવાથી પ્રજાએ કામગીરીને બિરદાવી હતી.