સીંગવડ પરીક્ષા કેન્દ્ર રદ્દ કરાતા વિધાર્થીઓને પરીક્ષા માટે 30 થી 35 કિ.મી.નો ધકકો

સીંગવડ,

છેલ્લા કેટલાય વર્ષથી સીંગવડ તાલુકા મથક અને દાસા ખાતે ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. આ વર્ષે ધો-10 અને 12નુ બોર્ડનુ કેન્દ્ર રદ્દ કરી સીંગવડથી ખસેડી લીમખેડા કરવામાં આવ્યુ છે. તેના કારણે વિધાર્થીઓ સાથે વાલીઓની હાલત પણ કફોડી બની છે. સીંગવડ તાલુકાના કેટલાક ગામો 20/30 કિ.મી.દુરથી વિધાર્થીઓને આવવુ પડે છે. જેમાં તારમી, છાપરી જેવા દુરના ગામોથી વિધાર્થીઓને લીમખેડા જવા માટે 35 કિ.મી.જેવુ અંતર કાપવા માટે વહેલી સવારે નીકળવુ પડે છે. જયારે એસ.ટી.બસોની પુરતી વ્યવસ્થા ન હોવાથી વિધાર્થીઓ સહિત વાલીઓને પ્રાઈવેટ વાહનોનો ધસારો લેવાની ફરજ પડી હતી. આમ 20 થી 30 કિ.મી.નો ધકકો તેમજ સમય સાથે રૂપિયાનો પણ વ્યય થવાની અગવડથી વિધાર્થીઓ સાથે વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.