વલસાડ,
વલસાડના પારડીમાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. ટુકવાડાથી ઇજાગ્રસ્તને લઈ ૧૦૮ એમ્બ્યુલન્સ સાયરન વગાડીને જતી હતી. એવામાં અચાનક ૧૦૮ સામે ફોન પર વાત કરતો બાઈકચાલક આવી ચડ્યો હતો. અને ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે અથડાઈને દુર ફંગોળાયો હતો. ૧૦૮એ બાઈકચાલકને પણ સાથે લઈને હોસ્પિટલ પહોંચી હતી. બંને દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
તાજેતરમાં જ સુરતના સરથાણા વિસ્તારમાં પણ જીવ બચાવતી એમ્બ્યુલન્સની અડફેટે એકનું મોત નિપજ્યું હતું. બીઆરટીએસ રૂટમાં પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સે રાહદારીને ટક્કર મારતા મોતને ભેટ્યો હતો. આમ જીવ બચાવતી એમ્બ્યુલન્સે ગંભીર અકસ્માત સર્જ્યા છે. જોકે આ બંને ઘટનામાં એમ્બ્યુલન્સ દર્દીને બચાવવા માટે પુરપાટ ઝડપે જતી હતી. પરંતુ એક જીંદગી બચાવવા જતા એમ્બ્યુલન્સે અન્ય એકની જીંદગીનો ભોગ લીધો હતો.