વિદેશી મહિલાથી ઉત્પન્ન પુત્ર કયારેય દેશભકત થઇ શકે નહીં : સાધ્વી પ્રજ્ઞા

ભોપાલ,

પોતાના વિવાદિત નિવેદનો માટે સતત ચર્ચામાં રહેનાર ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ એકવાર ફરી રાહુલ ગાંધી પર આપવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે.આ વખતે વિવાદનું કારણે રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદન પર છે તેમણે ખુબ જ વિવાદિત ટીપ્પણી કરી જે હવે કોંગ્રેસીઓનને પસંદ આવી રહી નથી.

સાધ્વી પ્રજ્ઞાએ રાહુલ ગાંધીના લંડનમાં આપેલ નિવેદન પર કહ્યું કે તમે આ દેશના નેતા છે તમને જનતાએ ચુંટયા છે અને તમે જનતાનું અપમાન કરી રહ્યાં છો,તમે દેશનું અપમાન કરી રહ્યાં છે. તમે અમારા ભારતના નથી તે માની લીધુ છે કારણ કે જે તમારી માતાજી છે તે ઇટાલીના છે.અમે એ કહ્યું નથી આ ચાણકયે કહ્યું છે કે વિદેશી મહિલાથી ઉત્પન્ન પુત્ર કયારેય દેશભક્ત થઇ શકે નહીં આ રાહુલ ગાંધીએ નક્કી કરી દીધુ છે.

સાધ્વી પ્રજ્ઞા અહીં જ અટકયા નહીં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીજી તમે વિદેશમાં બેસી કહો છે કે અમને સંસદમાં બોલવાની તક મળી રહી નથી તેનાથી શર્મનાક વાત કંઇ હોઇ શકે નહીં. હું આવા રાહુલ ગાંધીને ધિક્કારૂ છું.તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પર પ્રશ્ન ઉભો કરી દેવો જોઇએ કે આપણા દેશમાં આ કેવી રાજનીતિ કરી રહ્યાં છે અને હવે તેમને રાજનીતિની તક આપવી જોઇએ નહીં રાહુલને દેશમાંથી ફેકી દેવા જોઇએ.કાર્ય સારૂ થઇ રહ્યું છે બધુ જ સારૂ છે પરંતુ કોંગ્રેસના લોકો સંસદ ચાલવા દેતા નથી તેમનો પ્રયાસ છે કે જો તેમની સંસજ ચાલી તો કાર્ય વધુ થશે કાર્ય વધુ થશે તો અમારૂ અસ્તિત્વ બચશે નહીં તેમનું તો અસ્તિત્વ જ ખતમ થવાને કિનારે આવી ગયું છે પરંતુ તેમની બુધિ ભ્રષ્ટ્ર થઇ ગઇ છે.

સાધ્વી પ્રજ્ઞાનું વિવાદાસ્પદ નિવેદન સોશ્યિલ મીડિયા પર આવતા જ કોંગ્રેસ પણ સામે આવી પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા પી સી શર્માએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા શું દેશદ્રોહ અને દેશક્તિની વાતો કરશે તેમના પર ખુદ માલેગાંવ વિસ્ફોટનું પ્રકરણ ચાલી રહ્યું છે.હેમંત કરકરેની હત્યા આતંકવાજીઓએ કરી હતી અને તેમણે કહ્યું હતું કે હેમંત દેશદ્રોહી છે.

પી સી શર્માએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાએ જે રીતે નિવેદન આપ્યું છે તેનાથી સવાલ ઉઠે છે કે તે કંઇ રીતની સાધ્વી છે.કોઇ પણ સાવી આવું બોલી શકે નહીં. તે રાહુલ ગાંધીના પિતા અને દાદી માટે વાત કરી રહ્યાં છે જેમણે દેશ માટે શહાદત આપી છે.સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન ખુબ ટીકાપાત્ર છે.હકીકતમાં ભોપાલના ઉપનગર સંત હિરદારામ નગર રેલવે સ્ટેશન પર ભોપાલથી દાહોદ ટ્રેનને લીલીઝંડી બતાવવા પહોંચ્યા હતાં.