- હાલમાં પણ આવકવેરા વિભાગ ધ્વારા જપ્ત કરેલ દસ્તાવેજોના આધારે વધુ તપાસ હાથ ધરી.
- આવકવેરા વિભાગના સામુહિક દરોડા ના પગલે બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ.
- લાંબા સમય બાદ ઈન્કમટેક્ષ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં સોપો.
- અનાજ, તેલ ના મોટા વેપારીઓ, બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલનો
બિઝનેશ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓનો સમાવેશ. - અચાનક હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનને લઈને કર ચોરી કરનારામાં નાસભાગ.
ગોધરા,
આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પુર્વે ગોધરા અને વેજલપુર વિસ્તારમાં બિલ્ડરો અને મોટા વેપારીઓને ત્યાં સામૂહિક રીતે ૩૫ થી વધુ સ્થળો પર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આજદિન સુધી પાંચ દિવસ ચાલેલી દરોડાની કામગીરી દરમ્યાન ૧૨૦ કરોડ બિનહિસાબી નાણુ ઝડપાયું છે. હાલમાં પણ આવકવેરા વિભાગ ધ્વારા જપ્ત કરેલ દસ્તાવેજોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના સામુહિક દરોડા ના પગલે બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેર તેમજ જિલ્લાના અલગ અલગ ૩૫ થી ઉપરાંત જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આવકવેરા વિભાગની જુદી જુદી ૧૫ ઉપરાંત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલના મોટા વેપારીઓ, બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલનો બિઝનેશ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનને લઈને કર ચોરી કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં આજદિન સુધી પાંચ દિવસ ચાલેલી દરોડાની કામગીરી દરમ્યાન ૧૨૦ કરોડ બિનહિસાબી નાણુ ઝડપાયું છે. હાલમાં પણ આવકવેરા વિભાગ ધ્વારા જપ્ત કરેલ દસ્તાવેજોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે, આવકવેરા વિભાગના અચાનક પડેલા સામુહિક દરોડા ને લઈને જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયું છે તેમજ વેપારી અને બિલ્ડરો તથા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેરમાં ફાયનાન્સ, ઓટોમોબઈલ તથા અન્ય ક્ષેત્રમાં આંધળી કમાણી કરનાર વેપારીઓ પોતે છુપી આવક ધરાવે છે. દિવસ-રાત આંધળી કમાણી કરનાર વિદ્ધ દિવાળી પૂર્વે લાંબા સમય બાદ ઈન્કમટેક્ષ વિભાગે દરોડો પાડીને સપાટો બોલાવ્યો હતો. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સપાટો બોલાવીને બે હિસાબી આવક મેળવવાની કવાયત હાથ ધરી હતી. લાંબા સમય બાદ ઈન્કમટેક્ષ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. પાંચ દિવસ દરમ્યાન ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન ૨૦ વેપારીઓને ત્યાં ૧૫ જેટલી વડોદરા ઈન્કમટેક્ષ વિભાગે દરોડો પાડયો હતો. ૧૫ જેટલી વડોદરા ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ગોધરા તથા વેજલપુર વિસ્તારમાં આવેલ વેપારીઓને ત્યાં ૨૪ સ્થળો એ દરોડો પાડતા શહેરભરમાં હાહાકાર પ્રસરી ગયો હતો. ફાયનાન્સ તથા ઓટોમોબાઈલ્સ અન્ય ક્ષેત્રમાં કામ કરનાર વેપારીઓ ત્યાં ઈન્કમટેક્ષ દરોડો પાડીને બિલ તથા સોનું-ઝવેરાત ઝડપી પાડયંું હતું. લાંબા સમય બાદ ઈન્કમટેક્ષ વિભાગે હાથ ધરેલી કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. આવકવેરા વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ચાલેલી કાર્યવાહી છતાં બેનંબરી હિસાબ ૧૨૦ કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું છે.