મુંબઇ,
ઑસ્કર એવૉર્ડ સેરેમની બાદ સામાન્ય રીતે ઉત્સાહનો માહોલ હોય છે. તેવી જ રીતે આરઆરઆર ની ટીમે સોમવારે નિર્દેશક એસએસ રાજામૌલીના લોસ એજેલિસ સ્થિત ઘર પર કરી હતી. ૯૫માં ઓસ્કર પુરસ્કાર પ્રસ્તુતિઓમાં પોતાની જીત પર આરઆરઆરની ટીમે ખુબ જ ઉત્સાહીત થઇને ઉજવણી કરી હતી. કાર્યક્રમ બાદ ટીમ તસવીર અને વીડિયો લેતા જોવા મળ્યા રતા. જે એક પલ માટે હસવાની રોકી નથી શક્તા.ઓસ્કાર અભિનેતા રામ ચરણની પત્ની ઉપાસનાએ ઇવેન્ટ બાદની પાર્ટીમાં થોડા પળોને શેયર કરવા માટે સોશિયલ મીડિયા હેંડલનો સાહારો લીધો હતો. કહેવાની જરૂર નથી. આરઆરઆરના પ્રશંકો દ્વારા તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાંથી એક વીડિયોમાં કીરાવની પીયાનો વગાડતા જોવા મળી રહ્યા છે. જેમા કલાકાર અને કલાકારો અને અન્ય ઉત્સાહથી સાંભળી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં અભિનેતા રામ ચરણ ઓસ્કર અને અન્ય તમામ પુરસ્કારો સાથે પોઝ આપી રહ્યો છે. જે આરઆરઆરે અત્યાર સુધીમાં જીત્યા છે. કુલ મળીને, ઓસ્કર મહાન ભારતીય સિનેમાઇ યાત્રાની પરાકાષ્ઠા છે. જે લગભગ એક વર્ષ પહેલા ૨૪ માર્ચનારોજ શાંનદાર બોક્સ ઓફિસ પ્રદર્શન સાથે શરુ થઇ હતી. જેણે ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર જીત્યો હતો. અને ૧૩ માર્ચે ઓસ્કર સાથે માટા ઉત્સાહ સાથે સમાપ્ત થયો.