મુંબઇ,
અજય દેવગનનું કહેવું છે કે ‘નાટુ નાટુ’ને ઑસ્કર મળવો એ ભારત માટે ગર્વ કરવાનો સમય છે. એસ. એસ. રાજામૌલીની આરઆરઆરના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો છે.
આ ફિલ્મમાં અજય દેવગને રામચરણના પિતાનું પાત્ર ભજવ્યું છે. આ પહેલાં એ. આર. રહમાનને ૨૦૦૯માં આવેલી ‘સ્લમડૉગ મિલ્યનેર’ના ગીત ‘જય હો’ માટે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો હતો. જોકે આ ઇન્ડિયન ફિલ્મ નહોતી, પરંતુ આરઆરઆર પહેલી એવી ભારતીય ફિલ્મ છે જેને આ અવૉર્ડ મળ્યો છે. આ અવૉર્ડ મળતાં અજય દેવગને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘હંમેશાં કહેવામાં આવે છે કે સિનેમાની એક યુનિવર્સલ લૅન્ગ્વેજ હોય છે. ‘ઇઇઇ’ અને ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને ઑસ્કર અવૉર્ડ મળવા માટે શુભેચ્છા વ્યક્ત કરું છું. ભારત માટે આ ગર્વ કરવાનો સમય છે.’