દે.બારીયા,
દે.બારીયા નગર પાલિકાના હોળી ચકલા થી કસ્બા થઈ જાની ફળીયા સુધી પીવાના પાણીની પાઈપ લાઈન બંધાવવા માટે ખોદકાર્ય આર.સી.સી.રોડ ઉપર બુલેડોઝરના દ્વારા કરાયો હતો. તેમાં પીવાના પાણીની પાઈપો બીછાવ્યા બાદ પણ હજુ સુધી રોડનું સમારકાર્ય હોળી ચકલા થી જાની ફળીયાના રોડ ઉપર આર.સી.સી.ના ખોદેલા મોટા મોટા સ્ટોન પડી રહ્યા હોવાના કારણે અવરજવર કરતી આમ જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે. એક ફોર વ્હીલ ગાડી પસાર થાય ત્યારે સામે થી બીજી ગાડી અથવા રીક્ષા આવી જાય તો બન્ને ગાડી પસાર કરવા માટઢે માથાના દુ:ખાવા સમાન છે. રોડ ઉપર મસમોટા ખાડા અને ઉપર થી ભૂર્ગભ ગટરમાં ખુલ્લા મસમોટા ભુવા હોવાના કારણે ખાડામાં નાના બાળકો પડી જવાની ભીંતી સેવાઈ રહી છે. નગર પાલિકાના પીવાના પાણીની પાઈપ બીછાવનાર ખાનગી કોન્ટ્રાકટર આ રોડના ખાડા સાથે મોટા સ્ટોનને હટાવી સમારકાર્ય કયારે હાથ ધરશે તે યક્ષ પ્રશ્ર્ન છે અને ટેન્ડરની શરતો મુજબ કાર્ય પૂર્ણ થયાની એન.ઓ.સી. આપવામાં આવે અનએ ત્યારબાદ તેના કાર્યનું બીલ મંજુર કરવામાં આવે એના પહેલા બીલ મંજુર કરાશે તો સંબધીત સી.ઓ. પણ આ અધુરા કાર્ય માટે જવાબદાર ગણાશે.
અત્રે ઉલ્લેખ કરવો છે કે, હોળી પર્વના પૂર્વે હોળી દહનના સ્થાને રોડનું સમતોલન કરવા શું કાર્ય કરાયું હતું. આગળ જાની ફળીયા તેમજ કસ્બા મસ્જીદના સામે રોડ ઉપર વેરવિખેર આર.સી.સી.ના સ્ટોન જેમના તેમ પડેલા દેખવા મળે છે. જેથી 108 જેવી તત્કાલીન સેવાનું વાહન પણ આ વિસ્તારોમાં આવી શકતું નથી. તે માટે કોને જવાબદાર ઠેરવવા કોન્ટ્રાકટર કે પછી નગર પાલિકાનું તંત્રને એ સવાલ છે. સદર રોડને ફરી આમ જનતાના માટે વહેલી તકે કયારે ખુલ્લો કરાશે તે સ્થાનિક રહિશોની માંગ ઉઠવા પામી છે.