દાહોદ,
દાહોદ જીલ્લામાં વાહન ચાલકનો ગફલત અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે વીતેલા 24 કલારકમાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બનેલા ચાર બનાવોમાં પાંચ જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાયે સમયથી દાહોદ જીલ્લામાં ગમખ્વાર અકસ્માતની સંખ્યામા રોકેટગતીએ વધારો થઈ રહ્યો છે. પોલીસ તંત્રની ચિંતા વધારી રહ્યો છે. ગમખ્વાર અકસ્માતના બનાવોમાં જોવા મળતા આ વધારા માટે દારૂનું સેવન મહદઅંશે જવાબદાર હોવાનું પણ મનાઈ રહ્યું છે. દાહોદ જીલ્લામાં ગમખ્વાર અકસ્માતોનો આ સિલસિલો ટ્રાફિક સપ્તાહની કરાતી ઉજવણીને માત્રને માત્ર સાબીત કરી રહ્યો છે. આમ, પણ આ વખતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી ટાણે મંચસ્થ અધિકારીએ ગત વર્ષની સરખામણીે આ વર્ષે ગમખ્વાર અકસ્માતની સંખ્યામાં વધારો થયો હોવાની કબુલાત પણ કરી હતી.
દાહોદ જીલ્લામાં વીતેલા 24 કલાક દરમ્યાન ગમખ્વાર અકસ્માતના બનેલા ચાર બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના જાલત ગામે એસાર પેટ્રોલપંપની થોડે આગળ ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રાત્રીના દોઢ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં ગરબાડા ાલુકાના નાંદવા ગામના કોટવાળ ફળિામાં રહેતા કાજુભાઈ પુનાભાઈ ભુરાનવો છોકરો 22 વર્ષીય બાદલભાઈ કાજુભાઈ ભુરા તથા તેનો મિત્ર દાહોદ તાલુકાના નગરાળા ગામનો 24 વર્ષીય સાવનભાઈ લસુભાઈ મેડા જીજે-20 બીબી-6196 નંબરની બર્ગમેન એકટીવા ગાડી લઈને ચંદવાણા ગામથી તેઓના ઘરે જતા હતા. તે વખતે જાલત ગામે એસાર પેટ્રોલ પંપથી થોડે આગળ ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ વચ્ચે ટ્રાફિકને ડાયવર્ઝન આપ્યા વિના તેમજ પાછળના ભાગે રેડીયમ પટ્ટા તથા રીફલેક્ટર લગાડ્યા વિનાનું અને પાર્કીગ લાઈટ ચાલુ કર્યા વિના અંધારામાં પાર્ક કરેલ એમ.પી.14.જીસી.2674 નંબરનું પીકપ ડાલું અંધારામાં ન જોવાતા બાદલભાઈ ભુરાની બર્ગમેન એકટીવા ગાડી અંધારામાં રોડ પર ઉભેલા પીકપ ડાલાના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં રોડ પર ઉભેલા પીકપ ડાલાના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં બર્ગમેન એકટીવા ગાડી પર સવાર નાંદવા ગામના 22 વર્ષીય બાદલભાઈ કાજુભાઈ ભુરા તથા તેનો મિત્ર નગરાળા ગામના 24 વર્ષીય સાવનભાઈ લસુભાઈ મેડા એમ બંનેને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તે બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે પીકપ ડાલાના ચાલક વિરૂધ્ધ કતવારા પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામે બપોરના સવા બાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે પિંજારા ફફળિયામાં રહેતા 42 વર્ષીય સબ્બીરભાઈ મજીદભાઈ ઈસ્માઈલભાઈ પિંજારા તેઓના કબજાની જીજે-23 ડીઈ-6521નંબરની હીરો એચએફ ડીલક્ષ કંપનીની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતા કાળી ડુંગરી ગામે પાવાગઢ-દામાવાવ તરફ જતાં હાઈવે રોડ નજીકમાં રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં તેને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમજ ડાબા ખભાના અંદરના ભાગે તથા ડાબા પરગની સાથળના ભાગે ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે ઉધાવળા ગામના પિંજારા ફળિયાના એજાજભાઈ મોહંમદભાઈ પિજારાએ નોંધાવેલ ફરિયાદને આધારે દેવગઢ બારીઆ પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો ત્રીજો બનાવ દેવગઢ બારીઆના સાલીયા ગામે નેશનલ હાઈવે રોડ પર સવારના પોણા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી રોડ પર કોઈ અજાણ્યા પુરૂષને ટક્કર મારી રોડ પર પાડી દઈ નાસી જતાં તે અજાણ્યા પુરૂષને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે પીપલોદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી અઇાગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામને હાંડી ફારા હાઈવે રોડ પર સાંજના સાડા છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક એસ.ટી.બસનો ચાલક તેના કબજાની જીજે-18 ઝેડ-5893 નંબરની એસ.ટી. બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ સામેથી આવતી જીજે-20-એજે-3015 નંબરની મોટર સાયકલને જોશભેર ટક્કર મારી પોતાના કબજાની એસટી બસ લ નાસી જતાં મોટર સાયકલ ચાલક ફતેપુરા ગામના ઉખરેલી રોડ પર રહેતા વિનોદભાઈ લલ્લુભાઈ ડબગરને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનિું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે ફતેપુરાના મરણ જનાર વિનોદભાઈ ડબગરના પુત્ર ગીરીશભાઈ વિનોદભાઈ ડબગરે લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવલા પોલીસે આ સંદર્ભે એસ.ટી.બસના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.