દાહોદ,
દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ પોક્સોના ગુનાનો એક આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડએ ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં 363,366,376 પોક્સોના ગુનાનો આરોપી લાલાભાઈ સબુરભાઈ માલિવાડ (રહે. આગાવાડા, તા.જી.દાહોદ) નાને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લાવ્યાં હતા. તેની સાથે પોલીસ કર્મચારીઓ પણ હતા. ત્યારે સારવાર દરમ્યાન પોલીસ કર્મચારીઓની નજર ચુકવી ઉપરોક્ત આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં ઝાયડસ હોસ્પિટલમાં ભારે શોધખોળ બાદ પણ આરોપી ન મળતાં આરોપીને પકડી પાડવા માટે દાહોદ પોલીસ, એલસીબી પોલીસ સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ આરોપીને પકડી પાડવા સારૂં દાહોદ શહેર સહિત જીલ્લામાં શોધખોળનો આરંભ કર્યો હતો. ત્યારે પેરોલ ફલો સ્કોડે ઉપરોક્ત આરોપીને તેના રહેણાંક મકાન માંથી ઝડપી પાડયો હતો.