દાહોદ,
દાહોદ જીલ્લાના સંજેલી તાલુકા જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે. તાલુકાના 56 જેટલા ગામો આવેલા છે. આજુબાજુ ડુંગરાળ વિસ્તાર આવેલો છે, ત્યારે સંજેલી તાલુકામાં દીપડો અને ચોરીના ભય સતાવી રહ્યાં છે. સંજેલી પંચાયતનું એક લાખથી વધુ લાઈટ બીલ ન ભરાતા એમ.જી.વી.સી.એલ. દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે.પંચાયતને અનેકવાર નોટીસ આપી છતાં સંજેલી પંચાયત દ્વારા વીજ બીલ ના ભરતાં એમ.જી.વી.સી.એલ. દ્વારા કનેક્શન કાપી દેવામાં આવ્યું છે.
સંજેલી પંચાયત તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લાઈટ બીલ ના ભરવાના કારણે સંજેલી નગરમાં મુખ્ય માર્ગા સહિત ફળિયામાં અંધારપટ છવાઈ ગયો છે. જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. સંજેલી નગરમાં ગ્રૃપ ગ્રામ પંચાયત આવેલી છે. જેમાં લગભગ 5000 ઉપરાંત મતદારો ધરાવતી ગ્રામ પંચાયત આવેલી છે. જેમાં પંચાયત તંત્ર પ્રાથમીક સુવિધા માટે બિલકુલ પાંગળુ પુરવાર થઈ રહ્યું છે. ત્યારે નગરની ગ્રામ પંચાયતનું લાખ્ખોનું વીજ બીલ બાકી રહેલા એમ.જી.વી.સી.એલ. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ પંચાયતતંત્રને ફાળવવામાં આવતો વીજ પુરવઠાનું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે ત્યારે નગરમાં અંધારપટ છવાઈ ગયો છે. સંજેલી ગ્રામ પંચાયતનું અધધ વીજળી બીલ બાકી રહેલા એમ.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠાનું કનેક્શન કાપી કટ કરી નાંખવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઈટો બંધ રહેતાં નગરમાં અંધાર પટ છવાઈ જતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.