કાલોલ,
કાલોલ તાલુકાના મોજે દેવપુરા ગામના રઈબેન રામસિંગભાઈ પરમારનાઓએ પોતાના પતિ અજીતસિંહ ઉદેસિંહ પરમારનાઓએ પોતે પરિણિત હોઈ ફરિયાદી સાથે છુટાછેડા ના થયા હોવા છતાં રંજનબેન બાપુજીભાઈ પરમારનાઓની સાથે બીજા લગ્ન કરેલ તેમાં અજીતસિંહ ઉદેસિંહ પરમારને માધવસિંહ સાલમસિંહનાઓએ લગ્ન કરાવવામાં મદદગારીની ફરિયાદ કાલોલ કોર્ટમાં દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે કાલોલ પો.સ્ટે.ને હુકમ કરતા તપાસ કરનાર અમલદારે તપાસ કરી આરોપીઓની વિરુદ્ધમાં ના.કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ કાલોલના એડિ.જયુડિ.મેજી.ફર્સ્ટ કલાસની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ આર.એન.રાઠવાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કાલોલ કોર્ટે આરોપી અજીતસિંહ ઉદેસિંહ પરમારનાઓને ઈપીકો કલમ 494 મુજબના ગુનામાં તકસીવાન ઠેરવી 3 વર્ષની સજા તથા 10 હજાર રૂપિયાનો દંડ કરવાનો ચુકાદો આપ્યો હતો. આમ કાલોલ પંથકમાં લગ્ન જીવનને લાગતા ગુનાઓ રોકવા તથા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપતા આવા પ્રકારના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.