કાલોલ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીને આવાસ મુદ્દે પુછપરછ કરતાં પત્રકાર સાથે અભદ્ર વર્તન કરાયું : પત્રકાર દ્વારા વિતરણ અધિકારી વિરૂદ્ધ પોલીસ મથકે લેખિતમાં રજુઆત

કાલોલ,
કાલોલ તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારીને પરૂણા ગામના અરજદાર માતાના આવાસ યોજનાના લાભાર્થી માટે વારંવાર ધકકા ખાતા હોય તેમ છતાં વિસ્તરણ અધિકારી ધ્યાન ન આપતાં જાગૃત નાગરિક દ્વારા પણ ભલામણ કરવા છતાં અરજદારને યોગ્ય પ્રતિઉત્તર નહિ મળતા પત્રકારને સાથે લઈને વિસ્તરણ અધિકારીને મળવા પહોંચ્યા હતા. ત્યારે વિસ્તરણ અધિકારી એ પોતાના હોદ્દાનો રૂઆબ બતાવીને પત્રકાર સાથે અભદ્ર વર્તન કરવામાં આવતાં પત્રકાર દ્વારા સરકારી કર્મચારીના ઉદ્ધતાઈ વર્તનને લઈ પોલીસ મથકમાં રજુઆત કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી.

કાલોલ તાલુકાના પરૂણા ગામના અરજદાર હસમુખભાઈ પોતાના માતાના આવાસ યોજનાના લાભાર્થી માટે કાલોલ તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી મનસુખભાઈ દલાભાઈ પણદાને વારંવાર મળતા હોય તેમ છતાં વિસ્તરણ અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપતા હોવાથી અરજદાર એ જાગૃત નાગરિક અશોકભાઈ મેકવાણને સાથે રાખીને વિસ્તરણ અધિકારીને પોતાની માતાના આવાસના લાભાર્થી માટે મળ્યા હતા. તેમ છતાં વિસ્તરણ અધિકારી કોઈ પણ પ્રતિભાવ અરજદારને આપતા ન હોય આખરે વિસ્તરણ અધિકારી મનસુખભાઈ પણદાના વ્યવહાર થી કંંટાળીને પત્રકારનો સંપર્ક કર્યો હતો. જેને લઈ પત્રકાર કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારીને મળીને સમાચાર મુદ્દે ચર્ચા કરતા હતા. ત્યારે વિસ્તરણ અધિકારી પોતાના હોદ્દાની ગરીમા ભુલીને ઉશ્કેરાઈ ગયા હતા. અને પત્રકાર સાથે ઝપાઝપી અને અભદ્ર વર્તન કરીને ધાક-ધમકીની ભાષા ઉપર ઉતરી આવ્યા હતા. અને પત્રકારને તારે જે છાપવું હોય તે છાપ કહીને અછાજતું વર્તન કર્યું હતું. કાલોલ તાલુકા પંચાયત કચેરીના સરકારી કર્મચારી એવા વિસ્તરણ અધિકારીની તોછડા વર્તનને લઈ પત્રકાર દ્વારા કાલોલ પોલીસ મથકે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે અને સરકારી કર્મચારીના આવા વર્તનને લઈ કાર્યવાહી કરવામાં રજુઆત કરાઈ છે.

કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી એવા મનસુખભાઈ દલાભાઈ પણદા વિરૂદ્ધ વીજ ચોરી અંગેની ફરિયાદ….

કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી દ્વારા પત્રકાર સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. તેાવ સરકારી કર્મચારી વિરૂદ્ધ વીજ ચોરીની બે-ત્રણ ફરિયાદો નોંધાઈ ચુકી છે અને આ વીજ ચોરીના કિસ્સામાં પણ કોઈ રાજકીય ઓથ હેઠળ લાગે છે.આ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી થઈ રહી નથી.

રિપોર્ટર : જયવીરસિંહ સોલંકી