રાજકોટમાં સોનાના શો રૂમમાં કામ કરતો સેલ્સમેન રુ. ૪.૭૧ કરોડની કિંમતના દાગીના લઇ ફરાર

રાજકોટ,

રાજકોટ શહેરમાં ફરી એકવાર સોનાના શોરૂમમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. અક્ષર માર્ગ ઉપર આવેલ શિલ્પા લાઇફસ્ટાઇલ નામના સોનાના શો રૂમમાંથી સેલ્સમેન નિકુંજ આડેસારાએ રુ. ૪.૭૧ કરોડની કિંમતના ૭.૧૨ કિલોગ્રામ સોનાના દાગીનાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ માલવિયા નગર પીલીસ સ્ટેશનમાં મળી છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, નિકુંજ આડેસારા ઉંમર વર્ષ ૨૭ કે જે છેલ્લા સાત વર્ષથી શિલ્પા લાઇફસ્ટાઇલ સોનાના શો રૂમમાં કામ કરી રહ્યો હતો. નિકુંજ આડેસરા શોરૂમમાં સોનાના ચેન, સોનાના મંગલસૂત્ર અને સોનાના પંજાનું વેચાણ તેમજ સ્ટોક મેનેજમેન્ટ કરવાનું કામકાજ કરે છે.

તા.૧૧/૦૩/૨૦૨૩ના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ અમે તથા અમારા શો રૂમના માલીક હીરેન પ્રભુદાસભાઈ પારેખ સાથે મળી સોનાના દાગીનાનો હીસાબ ચેક કરતા જણાયેલ કે, શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા નીકુંજ જમનાદાસ આડેશરાને અમારા શો રૂમના વેચાણ માટે આપેલ સોનાના ચેઈન મંગલસુત્ર અને સોનાના પંજાના ટોટલ સ્ટોકમાંથી સોનાના ચેઈને અલગ અલગ ડીઝાઇનના કુલ નં ૩૮૫ જેનુ કુલ વજન ૬૫૦૦ ગ્રામ જેની કીંમત આશરેરૂ.૩,૭૭,૦૦,૦૦૦/- તથા સૌનાના મંગળસૂત્ર નંગ ૧૫૦ જેનું કુલ વજન ૧૩૦૦ ગ્રામ જેની કિંમત ૭૫,૪૦,૦૦૦/- તથા સોનાના પંલ નંગ-૧૪ જેનું કુલ વજન ૩૨૫ ગ્રામ જેની કિંમત રૂ.૧૮,૮૫,૦૦૦/- જેટલી થાય છે, તે સોનાના દાગીના વેચાણ અર્થ આપેલ હોય જેનો વેચાણનો હીસાબ કે સ્ટોકનો ન હીસાબ આપેલ નથી.

આ બાબતે નીકુંજને પૂછવામાં આવતા કોઈ વ્યાજબી જવાબ મળ્યો નહિ એટલે શોરૂમના મેનેજરે અંતે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે નિકુંજ આડેસરાએ અમારી સાથે છેતરપીંડી કરી કરોડોના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો. જે બાબતે ફરિયાદ હાલ પોલીસમાં નોંધાય છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.