
નવીદિલ્હી,
આ વખતે ઓર્સ્ક્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં ૯૫માં ઓર્સ્ક્સ એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડસનું આયોજન થયું છે. જેમાં ભારતનો આ વખતે ડંકો વાગ્યો છે.
બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતે જીત્યો છે. મ્યુઝિક કમ્પોઝર એમ એમ કીરવાનીએ પોતાની મજેદાર સ્પીચથી બધાના મન ખુશ કરી દીધા. આ ગીતને એવોર્ડ મળ્યાનું જાહેરાત થતા જ આખું ડોલ્બી થિયેટર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું.
ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે પણ એવોર્ડ જીત્યો છે. પ્રોડ્યુસર ગુનીત મોંગાની આ ફિલ્મને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.
નાટુ નાટુ ગીતના મ્યુઝિક ડાયરેસ્ટર એમ એમ કીરવાની જ્યારે આ એવોર્ડ મેળવવા માટે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે ઓસ્કર જીતવો એ તેમનું સપનું હતું. આ સાથે જ તેમણે એક અંગ્રેજી ગીતના શબ્દો બદલીને પોતાની વિનિંગ સ્પીચ તે ગીત તરીકે સંભળાવી. અત્રે જણાવવાનું કે નાટુ નાટુએ આ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. કારણકે ભારતીય ફીચર ફિલ્મ છે જેના ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કર મળ્યો છે.
નાટુ નાટુનું લાઈવ પરફોર્મન્સે પણ લોકોને ખુશ કરી દીધા હતા. જેની એનાઉન્સમેન્ટ દીપિકા પાદુકોણે કરી હતી. તેને સ્ટેન્ડિંગ ઓવિએશન મળ્યું હતું.