
સરકારે બધા ચાર પૈંડાવાળા વાહન માટે 1 જાન્યુઆરી 2021થી ફાસ્ટેગને ફરજીયાત કરી દીધુ છે. રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેની અધિસૂચના જાહેર કરી દીધી છે. તેમાં 1 ડિસેમ્બર 2017 પહેલા વેચવામાં આવેલ (M) અને (N) કેટેગરીના મોટર વાહન (વાહન પૈંડા) માટે ફાસ્ટેગ ફરજિયાત કરી દીધુ છે. તે માટે કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1989 માં સંશોધન કરવામાં આવ્યા છે.
થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ માટે પણ FASTag ફરજીયાત
પહેલા 1 ડિસેમ્બર 2017 બાદ નોંધણી થયા બાદ પણ નવા ચાર પૈડાવાળા વાહનો માટે FASTag ફરજીયાત કરી દીધુ છે. તે સિવાય રાષ્ટ્રીય પરમિટ વાહનો માટે પણ 1 ઓક્ટોબર 2019થી ફાસ્ટેગ ચીપકાવવું ફરજિયાત કરવામાં આવી ચૂક્યું છે. તેની સાથે જ ફોર્મ-51 (વીમા પ્રમાણ પત્ર) માં સંશોધન કરી નવા થર્ડ પાર્ટી ઈંસ્યોરેંસ લેતા સમયે FASTag હોવુ ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે. વીમા પ્રમાણપત્રમાં સંશોધનનો આ નવો નિયમ 1 એપ્રિલ 2021થી પ્રભાવી થશે. દેશભરમાં ટોલ બૂથ પર ઈલેક્ટ્રોનિક રીતથી ચુંગી કરી એકત્રિત કરવા માટે ફાસ્ટેગની વ્યવસ્થા લાવવામાં આવી છે.
કેવી રીતે કામ કરે છે FASTag
જણાવી દઈએ કે, FASTag રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને NHAI ની પહેલ છે. આ એક ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્શન ટેકનીક છે. એક-એક ફ્રીક્વેંસી ઓળખાણ ટેગ છે. જે ગાડીઓને આગળા કાચ પર લાગી જાય છે. જેથી ટોલ પ્લાઝા પરથી પસાર થવા પર ત્યાં લાગેલ સેંસર તેને રીડ કરી શકે. જ્યારે Fastag ની હાજરીવાળી વ્હીકલ ટોલ પ્લાઝાથી પસાર થાય છે તો ટોલ ટેક્સ FASTag સાથે જોડાયેલ પ્રીપેડ અથવા બચત ખાતાથી ખુદ જ કપાઈ જાય છે.
ક્યાંથી ખરીદશો FASTag અને કેવી રીતે કરશો રીચાર્જ
NHAI અને 22 વિવિધ બેન્કથી FATSag સ્ટિકર ખરીદવામાં આવી શકે છે. આ Paytm, Amazon, અને Flipkart જેવા વિવિધા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. તે સિવાય Fino Payments Bank અને Paytm Payments Bank પણ FASTag જારી કરે છે. જો FASTag NHAI પ્રીપેઇડ વોલેટ સાથે જોડાયેલ છે તો તેને ચેકના માધ્યમથી અથવા યુપીઆઈ / ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / એનઇએફટી / નેટ બેન્કિંગ વગેરેના માધ્યમથી રિચાર્જ કરી શકાય છે. જો બેંક ખાતાને ફાસ્ટટેગથી લિંક થાય છે. તો પૈસા સીધા ખાતામાંથી કાપી લેવામાં આવે છે.