નબળું પડેલું ચીન માત્ર ૩ વર્ષના ગાળામાં ઓસ્ટ્રેલિયા સામે પૂર્ણ યુદ્ધ છેડી શકે છે

  • ચીન તરફથી જૈવિક હુમલાનો પણ ખતરો હોવાની નિષ્ણાતોની ચેતવણી, ઓસી.ની તૈયારી નથી.

સિડની,

ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને હજુ સુધી આવનાર સૌથી ગંભીર જોખમ અંગે ચેતવણી આપી નથી. કોઇ માહિતી પણ આપી નથી. અહીંના પાંચ નિષ્ણાતોના એક ગ્રૂપે કબૂલાત કરી છે કે ઓસ્ટ્રેલિયાની સામે સૌથી મોટા પડકાર તરીકે ચીન છે. ચીન ઓસ્ટ્રેલિયાની સામે પૂર્ણ યુદ્ધ છેડી શકે છે. નિષ્ણાતોએ કહ્યું છે કે માત્ર ત્રણ વર્ષમાં ચીન ઓસ્ટ્રેલિયાની સામે યુદ્ધ છેડી શકે છે. દેશમાં આને લઇને કોઇ તૈયારી નથી. ઓસ્ટ્રેલિયાના મીડિયા પબ્લિકેશન ‘ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ’ અને ‘ધ એજ’એ પાંચ નિષ્ણાતો સાથે વાત કરીને રેડ એલર્ટ ટાઇટલ સાથે અહેવાલો પ્રકાશિત કર્યા છે. વિદેશ નીતિના નિષ્ણાત લવીના લી કહે છે કે ચીન ક્ષેત્રીય વ્યવસ્થા માટે સૌથી પડકારરૂપ છે. છેલ્લાં ૭૦ વર્ષથી આનો સામનો કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ મુખ્ય વિજ્ઞાની એલન ફિક્ધેલ ચીન તરફથી જૈવિક હુમલાનો ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે જો ચીન હુમલા કરવાના પ્રયાસ કરશે તો આના માટેની તૈયારી રાખવાની જરૂર છે. સેનાના નિર્માણ, મિસાઇલ નિર્માણ તરફ ધ્યાન આપવાની જરૂર છે. જો જૈવિક હુમલો થશે તો શું થશે ? તમને કંઇ દેખાશે નહીં. ઓસ્ટ્રેલિયાને જૈવિક સુરક્ષા, સાઈબર સુરક્ષામાં રોકાણ કરવાની જરૂર છે.

હુમલા આવતીકાલે જ થશે તેમ માનીને તૈયારી કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ બાદ ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધ સતત બગડ્યા છે. ઓસ્ટ્રેલિયા ડબ્લ્યુએચઓ પાસેથી કોવિડની નિષ્પક્ષ તપાસ કરાવનાર દેશોમાં અગ્રણી દેશ તરીકે રહેતા તેની નોંધ લેવાઇ હતી. સાથે ચીનને જવાબદાર ઠેરવીને તેની ટીકા કરી હતી. આ બાબતને લઇને ચીન હજુ પરેશાન છે. બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાં છે.

યુક્રેનમાં જોઇ ચૂક્યા છીએ , જ્યાં એક કટ્ટરપંથી નેતા પોતાની વિરાસત સ્થાપિત કરવા ઇચ્છે છે. આ ટિપિંગ પોઇન્ટ છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પણ નિયમિત પોતાના જવાનોને યુદ્ધ લડવા અને જીતવા માટે તૈયાર કરી રહ્યા છે. યુદ્ધના ખતરાને લઇને મૂલ્યાંકન જારી છે. આ મૂલ્યાંકન રાષ્ટ્રપતિ શી જિનપિંગના આક્રમક વલણ પર આધારિત છે.

ચીન કોવિડ-૧૯ના કારણે દુનિયાના દેશોથી અલગ પડી જતા પરેશાન છે. તેની અર્થવ્યવસ્થા ઝડપથી નબળી થઇ રહી છે. ૬૦ વર્ષમાં પ્રથમ વખત વસતી ઘટી રહી છે. આ જ કારણસર તેના બે આંકડામાં આર્થિક વિકાસના દિવસો ખતમ થઇ શકે છે. આવી સ્થિતિમાં કમજોર ચીન માને છે કે, તેની પાસે એક શોટ છે. આવી સ્થિતિમાં તે યુદ્ધ છેડી શકે છે.

યુક્રેન યુદ્ધના કારણે પશ્ર્ચિમના દેશો મોટા પાયે દારૂગોળાથી મુક્ત, આને તક તરીકે જોવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયાના મુખ્ય રણનીતિકાર રહી ચૂકેલા પીટર જેનિગ્સે કહ્યું છે કે પશ્ર્ચિમી દેશો હવે મોટા પાયે દારૂગોળામુક્ત થઇ ચૂક્યા છે. કારણ કે, આ દેશો યુક્રેનને મોટા પાયે સહાય કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ચીન માને છે કે યુદ્ધ છેડી શકાય છે. ત્યાં શું ચાલે છે તે બાબત પણ ચીનની નજરમાં છે.

શી જિનપિંગનું સૌથી મોટું લક્ષ્યાંક તાઇવાન પર કબજો છે. અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન કહી ચૂક્યા છે કે ચીન તાઇવાન સાથે યુદ્ધમાં ઉતરશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અમેરિકાની સાથે દેખાશે. અંદાજ છે કે, ઓસ્ટ્રેલિયા અમેરિકાને બેઝ અને લાયઝોન આપશે. દક્ષિણ ચીન દરિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. આ બાબતને લઇને ચીન પરેશાન છે.