ડેબ્યૂ સાથે જ દિપીકા સાઉથની સૌથી મોંઘી એકટ્રેસ બની ગઇ

મુંબઇ,

દીપિકા પાદુકોણ સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પરંતુ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા તેની ફીસના કારણે ત્યાં ખળભળાટ મચી ગયો છે. એવા અહેવાલો છે કે ડેબ્યુ ફિલ્મ સાથે જ દીપિકા ટોલીવુડની સૌથી મોંઘી હિરોઈન બની ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પ્રભાસ સાથેની પોતાની ડેબ્યૂ ફિલ્મ પ્રોજેક્ટ માટે ૧૦ કરોડ રૂપિયાથી વધુ ફીસ લઇ રહી છે. ઘણા અન્ય નિર્માતાઓ પણ તેને તેમની ફિલ્મોમાં લેવા માંગે છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેને મોંઘી ફીસ ચૂકવવા તૈયાર છે. ડિરેક્ટર નાગ અશ્ર્વિનની આ ફિલ્મમાં દીપિકા સાથે પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દિશા પટણી પણ છે. બોલિવૂડમાં દીપિકાની આગામી ફિલ્મ ફાઈટર છે, જેમાં તે રિતિક રોશનની સાથે જોવા મળશે.

આ દરમિયાન દીપિકાની ફીસને લઈને સાઉથમાં હોબાળો મચી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, સાઉથમાં હિરોઈનોની મહત્તમ ફીસ પાંચ કરોડ રૂપિયા છે. રશ્મિકા મંદાના આ ફીસ લે છે. તેલુગુમાં રશ્મિકા ઉપરાંત આ દિવસોમાં અન્ય એક અભિનેત્રી જે ૫ કરોડ રૂપિયાની ફી માંગી રહી છે તે છે મૃણાલ ઠાકુર. ગયા વર્ષે મૃણાલની ??સીતા રામમ ત્યાં જબરદસ્ત હિટ રહી હતી. આવી સ્થિતિમાં મૃણાલે તેની ફીસ વધારીને પાંચ કરોડ કરી દીધી. શરૂઆતમાં તેની પાસે ઓફર આવી રહી હતી, પરંતુ ફીસ વધાર્યા બાદ મોટાભાગના નિર્માતાઓએ ના પાડી દીધી.

બીજી તરફ થોડા સમય પહેલા, દક્ષિણમાં જ્હાન્વી કપૂરની ફીસની માંગ પણ ચર્ચામાં આવી હતી. શ્રીદેવીની પુત્રી જ્હાન્વીએ કહ્યું હતું કે તે તેની માતાની જેમ સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. આ પછી તેની પાસે તેલુગુ ફિલ્મોની ઓફર આવવા લાગી. પરંતુ ફીસ મોટો મુદ્દો બની હતી. સાઉથના મીડિયામાં એવું કહેવામાં આવ્યું હતું કે જુનિયર એનટીઆર સાથે ફિલ્મ સાઈન કરનાર જ્હાન્વી આગામી ઑફર્સ માટે પાંચ કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. જ્યારે પુષ્પાની બ્લોકબસ્ટર ફિલ્મ બાદ આ ફી સૌથી મોંઘી રશ્મિકા મંદાનાને મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે બોલિવૂડમાં ૨ થી ૩ કરોડ રૂપિયા લેતી જાહ્નવી સાઉથના મેર્ક્સને કહી રહી છે કે અહીં ( સાઉથમાં) હિરોઇનને સૌથી વધુ જે ફિ મળી રહી હોય તે જ મારી ફિસ છે . વેલ, આ બધી ચર્ચાઓ વચ્ચે દીપિકાએ બધાને પાછળ છોડી દીધા છે.