પાકિસ્તાન કંગાળ થવાના આરે, ૨૧ રૂપિયામાં ૧ ઈંડું, ૧૫૦ રૂપિયા કિલો દૂધ, લોન ચુકવવા માટે દેશ લોન શોધી રહ્યો છે !!

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનની હાલત વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાન સતત આઇએમએફ પાસે લોન માટે હાથ ફેલાવી રહ્યું છે. લોન ચૂકવવા માટે પાકિસ્તાન નવી લોન લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમામ પ્રયાસો પછી પણ પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી, તો શું માની લેવું કે પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ ડૂબી જશે?વાસ્તવમાં થોડા સમય પહેલા શ્રીલંકામાં એવી જ હાલત હતી જે આજે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં રોજબરોજની વસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જતી જોવા મળી રહી છે. અહીં ૨૧ રૂપિયામાં ઈંડું મળી રહ્યું છે તો તમારે ૧ લીટર દૂધ માટે ૧૫૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

પાકિસ્તાન ચીન હોય, આઇએમએફ હોય કે અન્ય નાણાકીય એજન્સીઓ તે હાથ ફેલવાએ રાખે છે પાકિસ્તાન પર હાલમાં દેશની કુલ જીડીપીના ૭૦ ટકા દેવું છે., સ્થાનિક લેણદારો પાસેથી ૨૪.૩૦૯ લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાની લોન લેવામાં આવી છે., અલગ-અલગ સરકારી એજન્સીઓએ પાકિસ્તાનને લગભગ રૂપિયા ૨.૩ લાખ કરોડ દેવાના બાકી છે., પાકિસ્તાનનું વિદેશી દેવું લગભગ ૧૨૧.૭૫ અબજ ડોલર છે., પેરિસ ક્લબ પર પાકિસ્તાનને ૧૧.૩ અબજ ડોલરનું દેવું છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ પાકિસ્તાનને લગભગ ૭.૪ અબજ ડોલરની લોન આપી છે. પાકિસ્તાને યુરોબોન્ડ, સુકુક જેવા આંતરરાષ્ટ્રીય બોન્ડ્સનું ૧૨ અબજ ડોલરનું દેવું છે.

પાકિસ્તાનમાં મોંઘવારી ૩૧.૫ ટકાના રેકોર્ડ દરે પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે તે ૫૦ વર્ષમાં સૌથી વધુ છે. વાસ્તવમાં પાકિસ્તાનની છૂટક મોંઘવારી પણ તેની ટોચે પહોંચી ગઈ છે. જેના કારણે રોજબરોજની વસ્તુઓ પણ અત્યંત મોંઘી થઈ ગઈ છે. દૂધ, ઈંડા હોય કે રોટલી-ભાત પણ મોંઘા થઈ ગયા છે.