દાહોદ,
દાહોદ જિલ્લામાં આગામી તા. 14 માર્ચથી 29 માર્ચ દરમ્યાન ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે કેટલાંક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે.
તદ્દનુસાર, જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રોના 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમ્યાન ઝેરોક્ષ મશીનનો દૂરઉપયોગ રોકવા ઉક્ત પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર સવારના 9 કલાકથી સાંજના 19 કલાક સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા ફરમાવવામાં આવે છે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે પ્રશ્ર્નપત્રને લગતું કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડીયાલ કે અન્ય કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનીક સાધનો ઉપર પ્રતિબંધ છે. જેથી આવા સાધનો સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં કે સાથે પણ લાવી શકાશે નહીં. પરંતુ સાદું કેલ્ક્યુલેટર લઇ જઇ શકાશે. આ હુકમનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.