ગોધરા,
ગોધરા શહેર કોઠી સ્ટીલની સામે આવેલ પટેલ કંપાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં ત્રણ વાહનો શંકાસ્પદ અનાજનો જથ્થો પલટાવી રહ્યા છે. તેવી બાતમીઆ આધારે બી ડીવીઝન પોલીસે રેડ કરી ૫૦ કિલોની બોરીયઓ નંગ-૪૧૪ મળી કુલ કિંમત ૪૧,૪૦૦ રૂપીયા તથા ત્રણ વાહનો મળી ૩૧,૪૬,૫૦૦/-રૂપીયાના મુદ્દામાલ સાથે આઠ ઈસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે બી ડીવીઝન્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા શહેર કોઠી સ્ટીલની સામે આવેલ પટેલ કંપાઉન્ડમાં વચ્ચે ખુલ્લી જગ્યામાં ત્રણ વાહનો ટ્રક તથા આઈસર ટેમ્પોમાં કેટલાક ઈસમો શંકાસ્પદ અનાજનો જથ્થો પલટાવી રહ્યા છે. તેવી બાતમી બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે બી ડીવીઝન પોલસે રેડ કરી હતી. બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેડ કરી હતી. તપાસ કરતાં સરકારી સસ્તા અનાજની બોરીઓ પર લગાડવામાં આવતાં સ્ટીકર ચોંટાડેલ હતા અને વાહનમાં ભરેલ અનાજનો જથ્થો એક વાહન માંથી બીજા વાહનમાં હેરફેર કરતા હતા. પોલીસે ૩ વાહનો માંથી ૫૦ કિલોની ૪૧૪ બોરીઓ કિંમત ૪૧,૪૦૦/-રૂપીયાના ધઉંનો જથ્થો તેમજ એક એલ.પી.ટ્રક, આઈસર તથા ૪૦૭ ટેમ્પો મળી ત્રણ વાહનો કિંમત ૩૧,૦૦,૦૦૦/-રૂપીયા મળી ૩૧,૪૬,૫૫૦/-રૂપીયાનો મુદ્દામાલ સાથે ખેંગારસિંહ હળવંતસિંહ પરમાર રહે.થુંભલી તા.જી.બાડમેલ, રાજસ્થાન ટ્રક ડ્રાઈવર, પ્રભાતસિંહ અભેસિંહ પરમાર, અક્ષયકુમાર મહાસુખભાઈ પરમાર, દિલીપભાઈ ગણપતભાઈ ચૌહાણ, દિપકભાઈ બળવંતભાઈ પરમાર, મહેશભાઈ પ્રભાતભાઈ ચૌહાણ, પ્રવિણ ગણપતસિંહ ચૌહાણ, રમેશભાઈ કનુભાઈ ચૌહાણ રહે. નાની કાંટડીને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે અન્ય નાશી જનાર ઈસમો સરકારી અનાજનો ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોય આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે આવશ્યક ચીજવસ્તુઓ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.