ગોલ્ડન બોય નીરજ ચોપડાનું દેશવાસીઓને વચન:૯૦ મીટરનો રેકોર્ડ મેળવશે

મુંબઇ,

દેશના સર્વશ્રેષ્ઠ એથ્લીટ ગોલ્ડન બોય નીચર ચોપડાએ આ વખતે દેશવાસીઓને મોટું વચન આપ્યું છે. જોકે, તેમના લાખો-કરોડો ફેન તેમને એક સવાલ હંમેશાં કરે છે કે તેઓ હવે ૯૦ મીટર ભાલો ફેંકવાનો રેકોર્ડ ક્યારે પ્રાપ્ત કરશે.

આ સવાલ અંગે નીરજે જવાબ આપતાં કહ્યું કે તેઓ આ વખતે આ સવાલને બંધ કરી દેશે. એટલે તેઓ આ ટાર્ગેટને અચિવ કરી લેશે. તેમણે કહ્યું કે આ ગોલ માટે તેમની દિવસ-રાતની મહેનત ચાલી રહી છે. વિશ્ર્વના ઉચ્ચતમ એથ્લીટ, કોચની દેખરેખ હેઠળ અને દિશા-નિર્દેશમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ તેમનું ફોક્સ માત્ર અને માત્ર ૯૦ મીટર કે તેનાથી વધારાનું છે.

નીરજ ચોપડાની એથ્લેટિક પ્રતિભાએ હાલમાં જ પ્રતિષ્ઠિત માઇકલ જોન્સનને પણ આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે. હવે નીરજ ચોપડાએ નવા વર્ષમાં પોતાના માટે ૯૦ મીટર સુધી ભાલો ફેંકવાનું લક્ષ્ય રાખ્યું છે. ટોક્યોમાં ઐતિહાસિક સ્વર્ણ બાદ, ૨૪ વર્ષીય ઓલમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅરે ડાયમંડ લીગ ફાઇનલ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.તે પછી વિશ્ર્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. જોકે, તેમનું શાનદાર પ્રદર્શન હોવા છતાંય નીરજ ચોપડાથી જાદુઈ આંકડો ૯૦ મીટર હજુ પણ દૂર છે. હાલ નીરજ ચોપડા ઇગ્લેન્ડમાં જેવલિન થ્રોઅરની પ્રક્ટિસ કરી રહ્યા છે.

નીરજ ચોપડાએ એક અંગત કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સ ઉપર જોડાયા અને વાતચીતમાં કહ્યું, આ નવા વર્ષે મને આશા છે કે હું આ સવાલનો જવાબ શોધી લઇશ. હું આ પ્રશ્ર્ન હંમેશાં માટે બંધ કરી દઇશ. તેમણે પ્રતિષ્ઠિત ડાયમંડ લીગના સ્ટોકહોમ લેગમાં બીજા સ્થાને રહીને ૮૯.૯૪ મીટર થ્રો કર્યો હતો.નીરજ ચોપડાએ કહ્યું, મેં ૯૦ મીટર થ્રો કર્યો હોત જો મેં મારો પગ થોડા સેન્ટિમીટર આગળ રાખ્યો હોત, પરંતુ એક એથ્લીટ માટે એક જાદુઈ નિશાન છે. જ્યારે પણ તમે કોઈ સારા એથ્લીટ અંગે વાત કરો છો ત્યારે આપણે બધા કહીએ છીએ કે તેણે ૯૦ મીટર થ્રો કર્યો.

નીરજે પહેલાં પણ અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું, હું બધાની મારી પાસેથી અપેક્ષાના દબાણમાં પરેશાન થતો નથી. આ ત્યારે થશે, જ્યારે તેને થવાનું હશે. તે ગયા વર્ષે કે થોડાં વર્ષ પહેલાં બની શક્તું હતું, પરંતુ લગભગ ભગવાને તેના માટે એક યોગ્ય સમય અને સ્થાન નક્કી કરી રાખ્યું છે. હું મુખ્ય રીતે ખભાની તાકાતનો અભ્યાસ કરી રહ્યો છું. હું લગભગ ૧.૮-૨ કિલો ભારે ભાલા પણ ફેંકી રહ્યો છું.