ગાંધીનગર,
રાજ્યમાં આગામી સમયમાં ગરમીના પ્રકોપમાં વધારો થશે. તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે, તો સાથો સાથ તારીખ ૧૩ અને ૧૪ માર્ચ પછી ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ પડવાની શક્યતા છે.
બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.ગુરુવાર અને શુક્રવારે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે અમદાવાદમાં ૩૬ ડિગ્રી તાપમાન રહેશે. શુક્રવારે સિંચાઈને લઇને પણ હવામાન વિભાગ એડવાઈઝરી જાહેર કરશે.