- ૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
- સક્રિય દર્દીઓનો આંક ઘટીને ૮૭ થયો
- કુલ કેસનો આંક ૨૮૧૪ થયો
- કોરોનાને પછડાટ આપી ૨૬૦૬ દર્દીઓ સાજા થયા
ગોધરા, પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૧૦ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૮૧૪ થઈ છે. ૦૬ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૮૭ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૨ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૦૬૨ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે સંક્રમણના ૭ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૮૧૪ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૮૭ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.