- શાહીન શાહ આફ્રીદીને સુકાની બનાવવા માટે બાબરની વિરૂધ કાવતરૂ થઇ રહ્યું છે : તનવીર અહમદ
કરાંચી,
શોએબ અખ્તરના બાબર આઝમના અંગ્રેજી જ્ઞાન પર સવાલ ઉઠાવવું તેમને ભારે પડી રહ્યાં છે.પાકિસ્તાનના એક અન્ય પૂર્વ ખેલાડી નતનવીર અહમદ પણ બાબર આઝમના સમર્થનમાં સામે આવ્યો છે.તનવીર અહમદે તો ત્યાં સુધી કહી દીધુ કે બાબર આઝમની બુરાઇ કરનારા ચારઆનીના પ્લેયર નથી તનવીર અહમદે એ પણ કહ્યું કે શાહીન શાહ આફ્રીદીને સુકાની બનાવવા માટે બાબર આઝમની વિરૂધ આ કાવતરૂ થઇ રહ્યું છે.
એ પુછવા પર કે શું આ મુદ્દા પર તમારો શું મત છે તનવીર અહમદે કહ્યું કે મારી બાબર આઝમ માટે એક જ સલાહ છે કે અમે તારી સાથે છીએ.પછી ભલે કોઇ ક્રિકેટર તારી સાથે હોય કે નહીં અમે તારી સાથે છીએ જે લોકો બોલે છે કે તેમને બોલવા દો તમે તમારા પ્રદર્શનથી તેમના મોં બંધ કરો અને મને પુરી આશા છે કે ઉપરવાળો પણ બાબર આઝમની સાથે છે.
તનવીર અહમદે કહ્યું કે મને અફસોસ થાય છે પોતાના ક્રિકેટર્સ પર કે તમારી પાસે કેટલા લાંબા બાદ આટલો મોટો પ્લેયર આવ્યો છે.તેને પણ તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.ભાઇ તેની ક્રિકેટિંગ સ્કિલ્સલ પર વાત કરો ઠીક છે સુકાની સારો હોઇ શકે છે તો તેના પર વાત કરો નહીં પરંતુ તેની બાબતમાં ખોટી ચર્ચાઓ શરૂ કરી દીધી છે. આ બાબરની વિરૂધ સમગ્ર એજન્ડા છે.
તનવીર અહમદે કહ્યું કે બધાને ખબર છે કે આગામી સુકાની કોને બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.હું શાહીન આફ્રીદીની બાબતમાં વાતો સાંભળી રહ્યો છે એકરના એ કહેવા પર શાદાબ ખાન હજુ પાકિસ્તાનનો ઉપ સુકાની છે અને બાબરના હટયા બાદ તેનો નંબર આવશે.તનવીરે કહ્યું કે શાબાદ ખાન પર વાત કરી તમે સમય બરબાદ કરી રહ્યો છે.તમે પણ અહીં છો હું પણ અહીં છું હું દાવા સાથે કહી શકુ છું કે પાકિસ્તાન ટી ટવેન્ટી ક્રિકેટ ટીમનો આગામી સુકાની શાહીન આફ્રીદી છે આ વાતને તમે નોટ કરી લો.
તનવીર અહમદે કહ્યું એક વધુ વાત હું કહી રહ્યો છું લોકો કહી રહ્યાં છે કે બાબર આઝમને સુકાનેથી હટાવો શાહી આફ્રીદીને સુકાની બનાવો કારણ કે આવા લોકો બાબરની ક્રિકેટની ઉપર તો વાત કરી શકે તેમ નથી આ જે વાતો કરી રહ્યાં છે બાબર તેનાથી અનેક ગણો સારો ખેલાડી છે.તે બાબર આઝમની સામે ચારઆની પણ પ્લેયર નથી.