
- હું મોદીનો વિરોધ કરવા નહીં પરંતુ તેમને સુધારી દઇશ,૧૧ માર્ચે ભારત માટે દૃષ્ટિકોણ રજુ કરશે.
નવીદિલ્હી,
રાજયસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની કેન્દ્ર સરકારના કાર્યકાળમાં દેશમાં મોજુદ અન્યાયથી લડવા માટે એક નવા મંચની જાહેરાત કરી છે અને આ કામમાં બિન ભાજપાઇ મુખ્યમંત્રીઓ અને નેતાઓ સહિત તમામને તેમને સહયોગ કરવાની અપીલ કરી છે.સિબ્બલે અહીં પત્રકારો સાથેની વાતચીત કરતા કહ્યું કે તે ન્યાયની વિરૂધ લડાઇમાં લોકોની મદદ કરવા માટે ઇસાફ મંચ અને ઇસાફના સિપાહી નામની વેબસાઇટ શરૂ કરી રહ્યાં છે અને આ પહેલમાં વકીલ મુખ્ય ભૂમિકા નિભાવશે તેમણે કહ્યું કે તે ૧૧ માર્ચે જંતર મંતર પર આ પહેલના સંબંઘમાં એક બેઠક કરશે અને ભારત માટે દૃષ્ટિકોણ રજુ કરશે.
સિબ્બલે કહ્યું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિરોધ પક્ષના નેતાઓ અને સામાન્ય લોકો સહિત તમામને ખુલ્લુ આમંત્રણ છે.તેમણે પોતાની પહેલ માટે બિન ભાજપાઇ મુખ્યમંત્રી અને નેતાઓથી સમર્થન આપવાની વિનંતી કરી.તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય સ્તરનું એક મંચ હશે જેમાં વકીલ સૌથી આગળ હશે.આરએસએસની શાખા પણ દરેક વિસ્તારમાં પોતાની વિચારધારાનો પ્રસાર કરી રહી છે જે અન્યાયને જન્મ આપે છે.અમે તે અન્યાયથી પણ લડીશું.વરિષ્ઠ વકીલે તેને લોકોનો મંચ બતાવ્યો અને એ અટકળોને રદ કરી દીધી છે કે તે કોઇ રાજનીતિક પક્ષની શરૂઆત કરી રહ્યાં છે.
તેમણે એ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી બધા કામ ખોટા કરી રહ્યાં નથી ડિઝિટલાઇજેશન,આવાસ યોજના સારી યોજના છે પરંતુ જયાં અન્યાય હશે તેમની વિરૂધ લડવાની જરૂરત છે સિબ્બલે સ્પષ્ટ કર્યું કે તે રાજનીતિક પક્ષ બનાવી રહ્યાં નથી તેમણે કહ્યું કે આ દેશના લોકો માટે છે મને લાગે છે કે મોદી પણ તેનો વિરોધ કરશે નહીં જો કે તેમણે કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીનો વિરોધ કરવા માટે બેઠા નથી પરંતુ તેમને સુધારી દેશે.આ પહેલા તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પ્રશંસા કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સમાજના અલગ અલગ તત્વોને એક સાથે લાવવામાં સફળ રહ્યાં છે અને તેમને એ અહેસાસ અપાવ્યો છે કે દેશમાં એકતા કેટલી જરૂરી છે. જો કે સિબ્બલ ગત વર્ષ કોંગ્રેસ છોડી સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતાં અને સપાએ તેમને રાજયસભાના સભ્ય બનાવ્યા હતાં.