એટ્રોસીટીનો આરોપી બાલાસિનોરના MLAની ઓફીસમાં યુવા મોરચાની મિટિંગમા હજાર જોવા મળતા મહીસાગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

  • 20 દિવસ પહેલા થયેલ કોઠંબામાં પોલીસ મથકે 4 આરોપીઓ વિરૂદ્ધ એટ્રોસીટી દાખલ થઈ પરંતું પોલીસ આરોપીઓ પકડવામાં નિષ્ફળ.

લુણાવાડા,

લુણાવાડા તાલુકાના કણજાવ ગામના રહેવાસી નરેશભાઈ પરમાર લાલસર ચોકડી પાસે હોટલમાં વેપાર ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તા.06/02/2023 ના રોજ સાંજના સમયે તેમના મિત્ર વિપુલ પટેલ, તુષાર પટેલ, રાહુલસિંહ રાઠોડ, લાલસર ખાતે હોટલ ઉપર હાજર હતા તે દરમ્યાન ઉચરપી આધેલી ગામના કલ્પેશ ઉર્ફે ભોદીયો ગલાભાઇ નાઓ તેઓના મો.નં ઉપરથી નરેશભાઈના મોબાઇલ નં ઉપર કોન કરી મને જણાવેલ કે હું અગાઉ દારૂનો ધંધો કરતો હતો. તે કેમ બંધ કરાવેલ તેમ કહેતા નરેશભાઈએ જણાવેલ કે મારે તારાથી કોઇ લેવા દેવા નથી, તેમ કહેતા તે ફોન ઉપર તેઓને માં- બેન સમાણી ગાળો બોલી સાલા ઢેડા ચામડીયા તું મને બહુ નડે છે તેમ જણાવેલ જેથી થોડીવાર પછી આ કલ્પેશભાઇના પિતા ગલાભાઇ મણીભાઇ નાઓને મે ફોન કરી ઉપરોક્ત ઝઘડા બાબતે વાત કરતા તેઓએ મને જણાવેલ કે હું થોડીજ વારમાં લાલસર આવું છું, તેમ કહી આ ગલાભાઇ મણીભાઇનાઓ મારી હોટલ ઉપર આવેલા અને તેઓ સાથે વાતચીત ચાલતી હતી. તેવામાં આ કલ્પેશભાઇ ઉર્ફે ભોદીયો ગલાભાઇનું ઉપરાણુ લઇ તેના મિત્ર જયદીપસિંહ અમરસિંહ ચૌહાણ રહે. ઓધવજી નામુવાડા તાબે દેવ તા. બાલાસિનોર તથા મનીષભાઇ જગદીશભાઇ મહેરા રહે. કંથરજીના મુવાડા તા. બાલાસિનોર તથા કુમાર ગોપાલભાઇ ભોઇ રહે. ભોઇવાડા બાલાસિનોર આ ત્રણેય જણા આ કલ્પેશ સાથે અવાર નવાર અમારી હોટલે ચા-નાસ્તો કરવા આવતા હોય જેથી હું તેઓને ઓળખું છું. જેઓ ત્રણેય જણા ફરિયાદી નરેશને કહેવા લાગેલ કે જો આ કલ્પેશે તને મોબાઇલ ઉપર જે તારી જ્ઞાતિ વિશે અપમાન જનક શબ્દો બોલેલ છે, તે બાબતે સાલા ઢેડા તું કોઇ ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશુ તેમ કહી જયદીપસિંહ અમરસિંહ ચૌહાણ નાઓએ તેના હાથમાંનો લાકડાના ડંડાની ઝાપોટ મને બરડામાં મારી દીધેલ અને ત્રણેય જણાએ મારી સાથે ઝપાઝપી કરી ગડદાપટુનો માર મારતા હતા. તેવામાં મારા મિત્ર વિપુલભાઇ તથા અમારી હોટલના નોકરો આવી જતા આ ત્રણેય જતા રહેલ. જે બાબતે કોઠંબામા પોલીસ મથકે 4 ઈસમો દ્વારા એટ્રોસીટી એકટ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ ગુનો નોંધ્યાને 20 દિવસ પછી આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી અને આરોપી મનીષ મહેરા બીજેપીના યુવા મોરચાના પ્રમુખની હાજરીમાં બાલાસિનોર MLAના કાર્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમાં હજાર રહેતા પોલીસ રાજકીય દબાણમાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.