મલેકપુર,
રાજ્ય ભરમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં ઉપજેલ લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલ્ટો આવતા વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતાની મોજું ફરી વળ્યું હતું.રાજ્યમાં ઉનાળાના વિવિધવત પ્રારંભ સાથે જ ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. કારણ કે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ઉનાળાની સાથે જાણે ચોમાસાની સિઝન શરૂ થઈ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં ઉપજેલ લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલ્ટો આવતા વહેલી સવારથી જ મહીસાગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ મહીસાગર જીલ્લામાં કમોસમી વરસાદ (માવઠું) થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ચોથી માર્ચ થી છ માર્ચ દરમ્યાન અચાનક હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગાહી મુજબજ મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ અને વીજળીના કડાકા સાથે જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થતા ખેતરમાં ઊભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, ચણા, ઘઉં, મકાઇ, શાકભાજી વગેરેને ભારે નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.
મોસમી વરસાદના કારણે ખેડુતોની હોડી બગડી ખેડૂતોનને પડતા પર પાટું જેવા હાલ જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલથી ખેડુતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠારૂપી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો. વરસાદથી ઘાસ ચારો બગડતો હોવાથી ખેડૂતો તેમને બચાવવાનો પ્રયાસ ચોમાસાની જેમજ વરસાદી માહોલ જામતા ધરતી પુત્રો ચીંતા તૂર બન્યા છે.