ગોધરા પાલિકા વિસ્તારના ભુરાવાવ નવિન ટાઉન હોલ અને હોળી ચકલા તળાવ ખાતે ટોયલેટ બ્લોકના રૂા.5.65 કરોડના કામો માટે એજન્સીને રસ નથી

  • પાલિકા દ્વારા આ બે કામો માટે 6 ટેન્ડર નોટીસ.

ગોધરા,

ગોધરા નગર પાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટ આવે છે પરંંતુ પાલિકાના કરોડો રૂપીયાના કામો કરવા માટે એજન્સી નથી. આ વિકાસના કામોમાં ભુરાવાવ વિસ્તારમાં નવા ટાઉન હોલ રૂા.5.50 કરોડ તેમજ હોળી ચકલા પાસે તળાવ કિનારે ટોયલેટ બ્લોક મંજુર થયેલ છે. આ બન્ને રૂા. 5.65 કરોડના કામો માટે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંંતુ આ વિકાસના કામો પૈકી ભુરાવાવ વિસ્તારમાં નવા ટાઉન હોલ અને હોળી ચકલા તળાવ કિનારે ટોયલેટ બ્લોકના કામો માટે કોઈ એજન્સીને રસ નહિ દાખવીને ટેન્ડર ભર્યા ન હતા.

ગોધરા પાલિકા દ્વારા ભુરાવાવ વિસ્તારમાં નવિન ગાઉન હોલ અને હોળી ચકલા તળાવ કિનારે ટોયલેટ બ્લોકના કામો માટે પાલિકા દ્વારા 6 વખત ટેન્ડરો બહાર પડવાના પ્રયત્નો છતાં કોઈ એજન્સી આ કામો કરવા તૈયાર નથી. આ બન્ને કરોડો રૂપીયાના કામો માટે એજન્સીમાં ટેન્ડર ન ભરવા પાછળ પાલિકાની નીતિ તથા કેટલાક પાલિકા સભ્યો દ્વારા થતી અડચણ કારણભૂત છે. ગોધરા પાલિકા દ્વારા ભુરાવાવ વિસ્તારના નવિન ટાઉન હોલ તેમજ હોળી ચકલા તળાવ ખાતે ટોયલેટ બ્લોક માટે અત્યાર સુધી 6 વખત પ્રયત્નો કરવામાં આવ્યા. 60 હજારનું નુકશાન આ કામો માટે એજન્સી ટેન્ડર ભરવા રાજી થાય તેના માટે કરવામાં આવ્યો છે. ગોધરા પાલિકામાં કેટલાક લોકલ બની બેઠેલા કોન્ટાકટરો સી.સી.રોડ માટેનું ટેન્ડર બહાર પડે તે પહેલા ભરી દેતા હોય જ્યારે બીજી તરફ ડામર રોડના 7 કરોડના કામો માટે પાલિકા તંત્રને આવા કામો કરતી એજન્સીઓને કામ કરવા મનામના કરવા પડે છે. આ બધા પાછળ પાલિકામાં વિકાસના કામોમાં ચાલતી ટકાવારી માટે હેરાનગતિ તેમજ કામો કર્યા બાદ આ કામોના બીલો મંજુર થવામાં થતા વિલંબ થી આવી એજન્સીઓ પાલિકાના કામો કરવાથી દુર ભાગી રહી હોવાનું જણાઈ રહ્યુંં છે.