દે.બારીયા શહેરનો દારૂનું ધુ વેચાણ કોણ અને કયારે બંધ કરાવાશે ? પણ ખરાં ?

દે.બારીયા,

દે.બારીયા શહેરના ખોખા બજાર તથા ધર્મશાળા, રાણીવાવ, મોતીપુરા, નાયકાવાડા, પીટીસી કોલેજ પાછળ તથા મામલતદાર ઓફિસના પાછળના 200 મીટરના વિસ્તારમાં ઠાકોરવાડા પાછળ, પાદરમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર હાલમાં હોળીના પર્વના કારણે દેશી દારૂની હાટડીઓ ખુલી છે.

મળતા સુત્રો અનુસાર દે.બારીયા શહેરમાં અનેક વિસ્તારો જે બદનામ છે. ત્યાંથી લેડીઝને પસાર થવા વિચાર કરવો પડે છે. દારૂડીયો મસ્તીમાં લવાતો તમને મળી જશે. આ અડ્ડાઓ જુના અને જાણીતા દારૂનુંં ધામ ચાલી રહ્યા છે. કોની રહેમનજરે ચાલે છે. તે યક્ષ પ્રશ્ર્ન છે.

વેચનારાઓને અને પીનારાઓને કોઈ વાતની ડર નથી શું ? આ સ્થાનિક બાહોશ પોલીસની જાણ બહાર હશે તે વેધક સવાલ શહેરની આમ જનતા પૂછે છે. ખાસ કરી તેના લોહયા યુવાનો નશાની લતે લાગેલા છે. દેશના યુવાધનને કોઈ બચાવવા માટે આગળ આવશે ખરાં ? બુટલેગરો ખુલ્લો ચેલેન્જ કરી રહ્યા છે. અમને કોણ રોકી શકે છે. ઉપર સુધી અમારા હપ્તા ચાલે છે બતાવેલા અડ્ડાઓ ઉપર કેસ બતાવવા ખાતર દેખાવ પુરતી રેડો પાડવામાં આવતી હોય છે. બે-પાંચ લીટરીયા કારબા દેશી દારૂના લઈ પણ જવાય છે. આખા ટાઉનમાં વાયુવેગે રેડ પડી રેડ પડી વાડી ફેલાય પણ જાય છે. બીજા દિવસે દારૂડીયા દારૂ ઢીંચીને ત્યાંથી લથડતા લથડતા જતા ભટકાશે. તે દારૂના અડ્ડાઓ સક્રિય છે. આ મીલીભગત નથી તો શું ? છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, હાલમાં તાજો બનાવ છે સાગટાળા પોલીસની હદમાં બુટલેગરોએ પોલીસ ઉપર સામૂહિક હુમલો કરી નાશી છુટીયા હતા. તેમાં પોલીસ વાનને ખાસ્સો નુકશાન થવા પામ્યો હતો. જો બુટલેગરોને નાથવામાં નહિં આવે તો પોલીસ માટે માથાનો દુ:ખાવો બનશે તો નવાઈ નહી.

શહેરમાં અનેક ઠેકાણે ઈંગ્લીશ કવાટરીયાની હોમ ડીલીવરી પહોંચાડાઈ રહી છે. તે કોના પ્રતાપે હોળીના પર્વને ધ્યાને લઈને દે.બારીયાનું બાહોશ પોલીસ તંત્ર આળશ ખંખેરશે ખરો અને ગેરકાનૂની રીતે દારૂનું વેચાણ કરતા તત્વોને રોકવાનો પ્રયત્ન કરશે ? ગાંંધીના ગુજરાતમાં દારૂ બંધીનું અમલીકરણ થઈ રહ્યું છે. તે દેખવા મળશે ? તે આવનારો સમય બતાવશે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના ગુજરાતમાં કડક દારૂબંધીનું અમલ થઈ રહ્યો છે. તે આપણી ગરવી ગુજરાતનું પર્વ ગણાશે.