- યુવાનો વચ્ચે વધી રહ્યો છે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો ખતરો
- શું બદલાતું હવામાન પણ કારણ છે?
- શા માટે ખાંસી અને શરદીના કેસ વધી રહ્યા છે
છેલ્લા કેટલાક સમયથી દેશમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે અને આમાંના ઘણામાં લોકો હાર્ટ એટેક આવતા થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામ્યા હતા. સૌથી ચિંતાજનક વાત એ છે કે અચાનક હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારા મોટાભાગના લોકો યુવાન હતા. કેટલાકને ચાલતી વખતે, કેટલાકને ડાન્સ કરતી વખતે અને કેટલાકને ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યા છે.
યુવાનો વચ્ચે વધી રહ્યો છે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો ખતરો
તેલંગાણામાં ડાન્સ કરતી વખતે અચાનક એક 19 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 22 ફેબ્રુઆરીએ હૈદરાબાદના એક જીમમાં વર્કઆઉટ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એ પહેલા ગુજરાતના અમદાવાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન GST કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં એક મહિનામાં સાત લોકોના હાર્ટ એટેકથી અને કાર્ડિયાક અરેસ્ટથી મોત થયા છે. નોંધનીય છે કે આ તમામ કેસોમાં હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારા લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી હતી.
અંહિયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ કેમ વધી રહ્યા છે? ઘણા લોકો આ માટે ખોટું ખાનપાન, ખોટી જીવનશૈલી, બીમારીઓ અને કોરોનાને કારણભૂત ગણાવી રહ્યા છે તો ઘણા લોકો આ માટે હવામાનના બદલાવને પણ જવાબદાર માને છે.
તમારા હૃદયની સંભાળ કેવી રીતે રાખવી
યુવાનોમાં હૃદયરોગ થવાનું મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાનું, વધુ પડતું વજન, ધૂમ્રપાન, દારૂનું સેવન છે. રોગોથી બચવા માટે લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ છે.