ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામનો ચિતાર, આ ચૂંટણીમાં કોઈ ૭ મતે, કોઈ ૧૫ મતે, તો કોઈ ૪૮ મતે જીત હાસલ કરી છે

  • બીજીબાજુ કોઈએ ૩૨ હજારના માજનથી જીત નોંધાવી.

નવીદિલ્હી,

મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં ભાજપ ગઠબંધનનો વિજય થયો છે. આ ચૂંટણીમાં કોઈ ૭ મતે, કોઈ ૧૫ મતે, તો કોઈ ૪૮ મતે જીત મેળવી છે. તો બીજીબાજુ કોઈએ ૩૨ હજારના માજનથી જીત નોંધાવી.

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને વિજેતા પક્ષો હવે સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બે રાજ્યોમાં બીજેપી ગઠબંધને શાનદાર જીત નોંધાવી છે અને એકમાં ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપે એકલા હાથે ત્રિપુરામાં સંપૂર્ણ બહુમતી હાંસલ કરી છે, જ્યાં પાર્ટીએ ૩૨ બેઠકો પર જીત નોંધાવી છે. નાગાલેન્ડમાં, ભાજપે એનડીપીપી સાથે ચૂંટણી લડી હતી, અને આ ગઠબંધનને રાજ્યમાં ૩૭ બેઠકો મળી હતી. જ્યારે મેઘાલયમાં, એનપીપી ભાજપ ગઠબંધનને ૨૮ બેઠકો મળી છે.

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની આ રીતે જીત થઈ છે, પરંતુ સૌથી મોટી જીત વોઈસ ઓફ પીપલ પાર્ટીના ઉમેદવારે નોંધાવી છે. પક્ષે મવલાઈ વિધાનસભા બેઠક પરથી બ્રાઈટસ્ટ્રોવેલ મારબાનિયાંગને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે નેશનલ પીપલ્સ પાર્ટીના તિબોરલાંગ પથાઉને હરાવ્યા. વોઈસ ઓફ પીપલ પાર્ટીના નેતા મારાબિયાંગે એનપીપી નેતા પાથોને ૧૫,૬૪૮ મતોના વિશાળ માજનથી હરાવ્યા છે. દક્ષિણ શિલોંગ વિધાનસભા બેઠક પરથી ભાજપના સનબોર શુલ્લાઈએ વોઈસ ઓફ પીપલ પાર્ટીના ડેની લેંગસ્ટીહને ૧૧,૬૦૯ મતોથી હરાવ્યા.

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછા મતોથી જીતેલા ઉમેદવાર ટીએમસીના ડો. મિજનોર રહેમાન કાઝી છે. જેમણે રાજબાલા બેઠક પરથી એનપીપીના મોહમ્મદ અબ્દુલ સાલેહને માત્ર ૧૦ મતોથી હરાવ્યા હતા. જ્યારે સોહરા સીટ પર પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર ગેવિન મિગુએલ મિલિએમે યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના ટીટોસ્ટાર વેલ ચેનીને ૧૫ વોટથી હરાવ્યા હતા અને ટીએમસીના રૂપા એમ મારકે દેડેંગરેથી એનપીપીના જેમ્સ પંગસાંગ કોંગકલ સંગમા સામે માત્ર ૧૮ વોટથી જીત મેળવી હતી.

એન જોકોપ ઝિમોમીએ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઘસાપાની-૧ વિધાનસભા બેઠક પરથી સૌથી મોટી જીત નોંધાવી છે. તેમણે અપક્ષ ઉમેદવાર વી ફુશકિયા ઓમીને ૨૦,૦૯૬ મતોથી હરાવ્યા. બીજી તરફ, ઝ્રસ્ નેફિયુ રિયોએ ઉત્તર અંગમી-૨ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના શિવાલી સચુને ૧૫,૮૨૪ મતોથી હરાવીને બીજી સૌથી મોટી જીત નોંધાવી હતી.

બીજી તરફ, જીત અને હારનું લઘુત્તમ માજન માત્ર સાત મતનું છે. હા, અહીં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવાર સાલ્હુતુનુ ક્રુસે અપક્ષ ઉમેદવાર કેનિઝાખો નાખરો સામે સાત મતના સૌથી ઓછા માજનથી જીત મેળવી છે. બીજી તરફ, નાગા પીપલ્સ ફ્રન્ટ કુઝોલુઝો નિએન્યુએ ફેક વિધાનસભા બેઠક પરથી કુપોતા ખેસોહને ૪૮ મતથી હરાવ્યા.

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, નવી રાજકીય પાર્ટી ટીપ્રા મોથા પાર્ટીએ ઘણી જૂની પાર્ટીઓ અને રાષ્ટ્રીય પાર્ટીઓને સીધી ટક્કર આપી છે. રાજ્યમાં સૌથી મોટી જીત ટિપ્રા મોથાના ઉમેદવાર બિસ્વજીત કલાઈએ નોંધાવી હતી. તેમણે ટકરજાલા વિધાનસભા બેઠક પરથી ભાજપના સહયોગી આઈપીએફપીના બિધાન દેબબર્માને ૩૨,૪૫૫ મતોથી હરાવ્યા હતા. બીજી તરફ, ટીપ્રા મોથાના સ્વપન દેબબર્માએ મંડાઈબજાર બેઠક પરથી સીપીઆઈના પ્રવત ચૌધરીને ૨૧,૬૪૯ મતોથી હરાવ્યા. આ સિવાય શૈલેન્દ્ર ચંદ્ર નાથ અહીં ભાજપના મલિના દેબનાથ સામે ૨૯૬ મતોના લઘુત્તમ માજનથી જીત્યા હતા. તેઓ જુબરાજનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા.