શિલોન્ગ,
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા. મેઘાલયમાં ગુરુવાર, ૨ માર્ચના રોજ વિધાનસભાની ૫૯ સીટો માટે થયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં . ચૂંટણી પરિણામો બાદ મેઘાલયના ઘણા વિસ્તારોમાં હિંસા ભડકી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભડકેલી હિંસાને જોતા પશ્ર્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લા પ્રશાસને સહસ્નિયાંગ ગામમાં આગલા આદેશ સુધી કર્ફ્યુ લગાવી દીધો છે.
સોહરા અને માયરંગ જેવા વિસ્તારોમાં ૧૪૪ની કલામ લાગૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે ૨ માર્ચ, ગુરુવારે જાહેર થયેલા મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. જો કે, સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, તેણે ૫૯ મતવિસ્તારોમાંથી ૨૬ બેઠકો જીતી. આ બધાની વચ્ચે ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના ઘણા ભાગોમાં હિંસક ઘટનાઓ બની છે. સુત્રોના જણાવ્યા અનુસાર મતગણતરી પછીની હિંસાને યાનમાં રાખીને પશ્ર્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લા વહીવટીતંત્રે આગળના આદેશો સુધી સહસ્નિયાંગ ગામમાં કર્ફ્યુ લાદી દીધો છે.
કોંગ્રેસે ૩ સીટ, જ્યારે ભાજપ અને તેના સહયોગીએ ૨ સીટો પર મેળવી જીત સત્તાવાર સૂચનામાં જણાવાયુ છે કે, ‘મતોની ગણતરી પછી સહસ્નિયાંગ ગામમાં હિંસા નોંધાઈ છે અને જો ધ્યાન આપવામાં ન આવે તો હિંસા ફેલાઈ શકે છે અને તીવ્ર બની શકે છે. આ વિસ્તારોમાં હિંસા તાત્કાલિક રોકવા અને વિસ્તારમાં જાહેર શાંતિ સ્થાપિત કરવા માટે કર્ફ્યુ જાહેર કરવામાં આવે છે.’ રિપોર્ટ મુજબ પથ્થરમારાની ઘણી ઘટનાઓ બની છે. કારોને આગ લગાડવામાં આવી છે અને જાહેર સંપત્તિને નુક્સાન થયુ છે. સોહરા અને મેરાંગ જેવા વિસ્તારોમાં પણ હિંસા થઈ છે, જ્યાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હિંસા તાત્કાલિક રોકવા અને વિસ્તારમાં જાહેર શાંતિ પુન:સ્થાપિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બીએસ સોહલિયાએ જણાવ્યુ હતુ કે સહસ્નાયિાંગ ગામમાં તાત્કાલિક અસરથી કલમ ૧૪૪ સીઆરપીસી હેઠળ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને આગામી આદેશો સુધી તે ચાલુ રહેશે. મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી મેઘાલયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી ગુરુવારે ૫૯ મતવિસ્તારોમાંથી ૨૬ બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, એમ ચૂંટણી પંચે ગુરુવારે જણાવ્યુ હતુ. જો કે, સંગમાની પાર્ટી ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી.