- યોજના હેઠળ મહિલાઓને એક હજાર રૂપિયા દર મહીને આપવાના પ્રસ્તાવને મંજુરી આપી.
- મધ્યપ્રદેશની તમામ વિવાહિત,વિધવા આવી મહિલાઓ જેમની ઉમર ૨૩ વર્ષ છે તે આ યોજનાની પાત્ર રહેશે.
ભોપાલ,
શિવરાજ મંત્રીમંડળે લાડલી બહના યોજના હેઠળ મહિલાઓને એક હજાર રૂપિયા દર મહીને આપવાનો પ્રસ્તાવને મંજુરી આપી છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૩ વર્ષથી વધુ ઉમરની મહિલાઓ પાંચ માર્ચથી શરૂ થનારી યોજનાનો લાભ મેળવવાની હકદાર રહેશે. તેમણે કહ્યું કે ૬૦ વર્ષથી વધુ ઉમરની જે મહિલાઓને હાલ ૬૦૦ રૂપિયા પેન્શન મળી રહ્યાં હતાં તે પણ હવે ૧૦૦૦ રૂપિયાની હકદાર રહેશે.ચૌહાણે કહ્યું કે યોજનાના ફાર્મ મહિલાઓ સરળતાથી ભરી શકે તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લાડલી બહના યોજનાને પોતાના જન્મ દિવસ ૫ માર્ચથી શરૂ કરવા જઇ રહ્યાં છે.જે હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓના ખાતામાં દર મહીને એક હજાર રૂપિયા આપવામાં આવશે.
મધ્યપ્રદેશની તમામ વિવાહિત,વિધવા આવી મહિલાઓ જેમની ઉમર ૨૩ વર્ષ છે તે આ યોજનાની પાત્ર રહેશે આ યોજનાનો લાભ ૬૦ વર્ષથી ઓછી ઉમરની મહિલાઓને જ મળશે.પ્રદેશમાં ૬૦ વર્ષથી ઉપરની ઉમર માટે વૃધાવસ્થા પેન્શન યોજનના લાગુ છે. તેમાં ૬૦૦ રૂપિયા મળે છે અને હવે તેમાં ૪૦૦ રૂપિયા જોડી ૧૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
લાડલી યોજના માટે અરજી કરવા માટે મહિલાઓને કેમ્પમાં સમગ્ર પરિવારની આઇડી,પોતાનું આઇડી અને પોતાનું આધાર કાર્ડ લઇ આવવું પડશે ત્યારબાદ ગામ વોર્ડમાં લાગેલ કેમ્પના પ્રભારી મહિલા દ્વારા ભરવામાં આવેલ અરજી પત્ર અનુસાર પુરી માહિતી ઓનલાઇન નોંધાવશે મહિલાની ઓન સ્પોર્ટ ફોટો લઇ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે ઓનલાઇન અરજી સબમિટ થયા બાદ પાવતીની પ્રિંટ આઉટ પણ મહિલાઓને પણ આપવામાં આવશે અરજીની યાદી ગ્રામ પંચાયત વોર્ડમાં મુકવામાં આવશે.
અરજી પર આવેલ વાંધાઓની તપાસ અને નિરાકરણ માટે ૧૫ દિવસમાં સમિતિને નિર્ણય કરવો પડશે સમિતિ ફકત એજ પ્રકરણો પર વિચાર કરશે જે અરજીઓ પર વાંધા આવ્યા હોય આ ઉપરાંત બાકીની અરજીઓનું રાજય સ્તર પર રેંડમ સિલેકશન કરી તેની પાત્રતાની તપાસ કરવામાં આવશે વાંધાની તપાસ બાદ અંતિમ યાદી જારી કરવામાં આવશે પાત્ર હિતગ્રાહીઓને મંજુરી પત્ર પણ આપવામાં આવશે.