શિમલા,
ભાજપના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતાકુમારે ભ્રષ્ટ્રાચારના આરોપોમાં ઘેરાયેલા આમ આદમી પાર્ટી(આપ)ના નેતા મનીષ સિસોદિયાની સાફ સુથરી તસવીર માટે પ્રશંસા કરી પરંતુ આ સાથે જ કહ્યું કે સંભવ છે કે તેમણે પાર્ટી અને ચુંટણી માટે પૈસા એકત્રિત કરવામાં હકીકતમાં આ બધુ કર્યું હોય સીબીઆઇએ ૨૦૨૧-૨૨ માટે શરાબ નીતિ બનાવવા અને તેને લાગુ કરવામાં કહેવાતી ભ્રષ્ટ્રાચારને લઇ સિસોદિયાની રવિવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી હાલ તેઓ કસ્ટડીમાં છે.આ નીતિ હવે રદ કરવામાં આવી ચુકી છે.
પોતાની ટીપ્પણીથી પાર્ટી માટે અસહજ સ્થિતિ પેદા કરનારા શાંતાકુમારે કહ્યું કે આપે કેન્દ્ર સરકારની નાકની નીચે દિલ્હીમાં ભાજપને હરાવી સરકાર બનાવી હતી.તેમણે કહ્યું કે આપ સરકારે પાંચ વર્ષ સુધી કામ કર્યું અને ફરી સત્તામાં વાપસી કરી.જે એક મોટી ઉપલબ્ધિ છે.ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદન અનુસાર ભાજપ નેતાએ કહ્યું કે સિસોદિયાએ એક સાફ સુથરી તસવીર વાળા નાયબ મુખ્યમંત્રીના રૂપમાં લોકપ્રિયતા હાંસલ કરી જેમણે પ્રશંસનીય કામ કર્યુું અને તે હવે જેલમાં છે.
શાંતાકુમારે કહ્યું કે બંન્ને તરફથી આરોપ પ્રત્યારોપ થતા રહે છે તેમણે કહ્યું કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે કે કોઇ અપરાધ વિના જ સીબીઆઇએ મનિષ સિસોદિયાને જેલમાં નાખ્યા હશે તેમણે કહ્યું કે એવું પ્રતીત થાય છે કે સિસોદિયા વ્યક્તિગત રીતે એક ઇમાનદાર વ્યક્તિ છે.પરંતુ બની શકે છે કે તેમણે પાર્ટી અને ચુંટણી માટે પૈસા એકત્રિત કરવા માટે આ બધુ કર્યું હોય.કુમારે કહ્યું કે મારા વિચારથી આ સાચુ છે અને જો આ સાચુ છે તો દેશે ખુબ ગંભીરતાથી કેટલાક નવા નિર્ણય કરવા પડશે.
તેમણે દાવો કર્યો કે રાજનીતિક પાર્ટીઓ મોટા મોટા વેપારીઓથી નાણાં લે છે અને સત્તા હાસલ કરવા પર સરકારની મદદથી ભ્રષ્ટ્રાચાર દ્વારા આ પૈસાની ભરપાઇ કરે છે.તેમણે આરોપ લગાવ્યો કે ચુંટણી જીત્યા બાદ વિજેતા ઉમેદવાર ચુંટણી પંચની પાસે ચુંટણીમાં ખર્ચ થવાના ખોટા હિસાબો રજુ કરે છે.તેમણે કહ્યું કે જે દેશનું લોકતંત્ર કાળા નાણાં અને જુઠ્ઠાણાથી શરૂ થાય છે તે દેશમાં બધુ સારૂ કેવી રીતે થઇ શકે છે.