US માં ચૂંટણી ટાણે મોટો ભડકો : ટ્રમ્પના પુત્રએ નક્શો શેર કરીને કાશ્મીરને પાકિસ્તામાં દર્શાવ્યું : ભારતને બાઇડન સમર્થિત ગણાવ્યું

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ભારતનો વિવાદિત નક્શો ટ્વીટ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ટ્વીટ કરી ટ્રમ્પ સમર્થક અને બાઇડન સમર્થક દેશોને લાલ અને બ્લૂ રંગમાં દર્શાવ્યો છે. જેમાં તેમણે કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે. એટલું જ નહીં, તેણે ભારતને પણ જો બાઇડનના પ્રભાવવાળો દેશ ગણાવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની મતદાનના દિવસે વિશ્વના નક્શાને ટ્વીટ કર્યો. તેમાં લાલ રંગમાં ટ્રમ્પ સમર્થિત દેશોને દર્શાવ્યા. જ્યારે બ્લૂ રંગમાં જો બાઇડનના સમર્થન કરનારા દેશને દર્શાવ્યા. તેમણે વિશ્વના ચાર દેશોને છોડી સમગ્ર વિશ્વને ટ્રમ્પના સમર્થન કરનારા દેશ જણાવ્યા. ટ્રમ્પ જૂનિયરે જે દેશોને બાઇડન સમર્થક ગણાવ્યા તેમાં ભારત, ચીન, મેક્સિકો અને લાબેરિયા સામેલ છે.

ટ્રમ્પ જૂનિયરે પાકિસ્તાન, ઈરાન અને રશિયાને ટ્રમ્પ સમર્થિત દેશ ગણાવ્યા. તેણે આ ટ્વીટને લઇને નવો વિવાદ છેડ્યો છે. કારણ કે અમેરિકાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના વોટર ટ્રમ્પને સમર્થન કરી રહ્યા છે.

ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીની અંતિમ ડિબેટ દરમિયાન ચીન, ભારત અને રશિયા અંગે જણાવ્યું હતુ કે આ દેશ તેમની ખરાબ હવા પર ધ્યાન નથી આપી રહ્યા. ગુરુવારે ટેનેસીના નૈશવિલમાં બાઇડન સાથે અંતિમ ચર્ચા દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતુ કે તે કેટલા ખરાબ છે. રશિયાને જુઓ. ભારતને જુઓ. ત્યાંની હવા ખૂબ જ ખરાબ છે.

છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ટ્રમ્પે ભારતની હવાને ઝેરી જણાવતા, જો બાઇડને પલટવાર કર્યો હતો. જો બાઇડને જણાવ્યું હતુ કે તે અને તેની પાર્ટીની ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હૈરિસ, અમેરિકા સાથે ભારતની ભાગેદારીનું ખૂબ જ સન્માન કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને ખરાબ દેશ કહ્યું છે. આ પ્રકારની વાતો મિત્ર દેશ વિશે નથી કહેવાતી અને આ પ્રકારે વાતાવરણમાં ફેરફાર જેવા વૈશ્વિક પડકારનો સામનો પણ નથી કરી શકાતું.