દે.બારીઆના ભેદરવાજા પાસે મકાન માંથી 15 કિલો ગૌમાંસ સાથે બે ઈસમોને ઝડપ્યા

દાહોદ,

દેવગઢ બારીઆ ભે-દરવાજા પાસે મોડી રાતે દેવગઢ બારીયા પોલીસે એક મકાનમાં ઓચિંતો છાપો મારી 15 કીલો ગ્રામ ગૌમાંસ પકડી પાડી ગૌવંશ કાપવાના હથિયારો, વજન માપવાના ત્રાજવા, વજનીયા વગેરે મળી રૂપિયા 1670ના મુદ્દામાલ સાથે બે સગાભાઈઓની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીયા ભે દરવાજા દરગાહની સામે રહેતા રીયાઝબીન અબ્દુલરસીદબીન અરબ તથા તેનો ભાઈ અરબાઝ અબ્દુલ રસીદબીન અરબ એમ બે સગાભાઈઓ ભેગા મળી તેઓના રહેણાંક મકાનમાં ગૌવંશને ક્રુરતા પૂર્વક કાપીને તેનું માંસ વેચાણ કરવા સારૂ રાખેલ હોવાની દેવગઢ બારીઆના સિનીયર પી.એસ.આઈ બી.એમ.પટેલની સુચનાથી દેવગઢ બારીઆ પોલીસની ટીમ પરમ દિવસ તા. 1-3-2023ના રોજ ભે દરવાજા દરગાહ સામે ઉપરોક્ત બંને સગાભાઈના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી રૂપિયા 1500ની કુલ કિંમતનું આશરે 15 કિલો ગ્રામ માંસ પકડી પાડી, ઘરમાંથી સાથે સાથે લાકડાના હાથાવાળી છરી, વજન માપવાના ત્રાજવા તથા વજનીયા, લાઈટબીલ વગેરે મળી રૂપિયા 1670 ના મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ બંને ભાઈઓની ધરપકડ કરી સદર માંસ ગૌમાંશ છે કેની તે બાબતે ચકાસણી કરવા માટેના સેમ્પલો વેનેટરી ડોક્ટરની સુચનાથી લઈ પુથ્થકરણ રિપોર્ટ મેળવવા સુરત એફ એસએલમાં મોકલી આપ્યા હતા જેનું પૃથ્થકરણ થયા બાદ સદર માંસ ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા પકડાયેલા બંને ભાઈઓ વિરૂધ્ધ ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 5(1) (1એ), 6(એ)(1), 8(2), 8(4),10(એલ) તથા ઈપીકો કલમ 429, 114 તથા જીપી એક્ટ કલમ 119, 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.