ઝાલોદના ડબગરવાસમાં બહેનના ધર સંસાર બગાડવાના આક્ષેપ સાથે ઈસમ ઉપર હથોડીથી હુમલો કર્યો

દાહોદ,

ઝાલોદ નગરના ડબગરવાસમાં બનેવીને ખોટી ચઢામણીઓ કરી બહેનનો ઘરસંસાર બગાડવાના આક્ષેપ સાથે એક ઈસમ પર હથોડી વડે હુમલો કરી ગાલ પર તથા માથાના વચ્ચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તથા મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.

ઝાલોદ ડબગરવાસમાં રહેતા જગદીશભાઈ સુરેશભાઈ ચૌહાણ ગતરોજ સાંજે છ વાગ્યાના સુમારે તેના ફળિયામાં રહેતા 55 વર્ષીય રમણભાઈ જેઠાભાઈ દેવડાના ઘરે આવી ઘરમાં પ્રવેશ કરી તું મારા બનેવીને બગાડે છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ બિભત્સ ગાળો બોલી તેના હાથમાંની હથોડી વડે રમણભાઈ જેઠાભાઈ દેવડા પર હુમલો કરી હથોડી તેના ડાબા ગાલ ઉપર તથા માથામાં વચ્ચેના ભાગે મારી દઈ ગંભીર ઈજાઓ કરી ફ્રેક્ચર કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ગંભીર ઈજાગ્રસ્ત રમણભાઈ દેવડાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સંબંધે ઝાલોદ ડબગરવાસમાં રહેતા ગંભીર ઈજાગ્રસ્ત રમણભાઈ જેઠાભાઈ દેવડાએ નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે ઝાલોદ ડબગર વાસમાં રહેતા જગદીશભાઈ સુરેશભાઈ ચૌહાણ વિરૂધ્ધ ઈપિકો કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.