દાહોદ જિલ્લામાં આગામી તા.14 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે

દાહોદ,

દાહોદ જિલ્લામાં આગામી તારીખ 14 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પરીક્ષાના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તેમજ કમિટીના સભ્યઓએ વિડિયો કોન્ફરન્સમા ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ, પારદર્શક રીતે યોજાઇ એ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા સેવા સદન, દાહોદથી વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર એ.બી.પાંડોર, જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઇ સહિતના અધિકારીઓ જોડાયા હતા.