દાહોદ,
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલત ખાતે આરોગ્ય સ્ટાફ દ્વારા ગત રોજ કુલ 28 ટીબીના દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી. તેઓએ કોમ્યુનિટીમાથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવા પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીના ટીબીમુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે.
આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય અઘિકારી ડો. આર.ડી.પહાડીયા, Phc જાલતના આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.