દાહોદ,
દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બારીયા રોડ, તળાવની પાળ પાસે જાહેરમાં પત્તા-પાના વડે રૂપિયાથી રમાતા હારજીતના જુગાર પર દે.બારીયા પોલીસે સાંજના સુમારે ઓચિંતો છાપો મારી પીપલોદના ત્રણ જુગારીયાઓને 15,500ની રોકડ તથા પત્તાની કેટ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે પીપલોદ ગામે બારીયા રોડ કબ્રસ્તાનની સામે રહેતો 29 વર્ષીય રસીદ ફારૂક ઘાંચી, પીપલોદ ગામે બારીયા રોડ ટેલીફોન એક્સચેંજ સામે રહેતો 40 વર્ષીય ઈકબાલભાઈ ગનીભાઈ મન્સુરી તથા પીપલોદ ગામે બારીયા રોડ ટેકરા ઉપર રહેતા 25 વર્ષીય મોસીનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી પીપલોદ ગામે બારીઆ રોડ પર તળાવની પાળ પાસે પત્તા-પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી દેવગઢ બારીઆ પોલીસને મળી હતી જે બાતમીના આધારે દેવગઢ બારીયાના હેડકોન્ટેબલ દશરથસિંહ ભુપતસિંહ તથા સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે બાતમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો મારી ઉપરોક્ત ત્રણે જુગારીઆઓને પકડી પાડી દાવ પરથી રૂપિયા 5,150ની રોકડ તથા પકડાયેલાઓની અંગ ઝડતીમાંથી રૂપિયા 10,350ની રોકડ તથા પત્તાની કેટ મળી રૂપિયા 15,500નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત ત્રણ જુગારીયાઓ વિરૂધ્ધ પીપલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.