ગરબાડા તાલુકાના ગુલબાર ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: બુટલેગર વોન્ટેડ

ગરબાડા,

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી 60 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ મળી આવ્યો હતો જોકે દરોડા દરમિયાન બુટલેગર ઘરે હાજર ન મળતા પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.

ગરબાડા તાલુકાના ગુલબાર ગામના પાટીયા ફળિયાના રહેવાસી મુકેશભાઈ પરથીભાઇ મંડોડ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ ગરબાડા પોલીસને થતા ગરબાડા પોલીસે બાતમીના આધારે મુકેશભાઈ ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મુકેશભાઈ ઘરે હાજર ન મળ્યા હતા. જે બાદ પોલીસે મકાનમાં તલાસી લેતા મકાનમાંથી બહારથી બનાવટના વિદેશી દારૂની 480 બોટલો મળી 60000 ઉપરાતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પાટીયા ફળિયાના મુકેશભાઈ પરથીભાઇ મંડોડ વિરૂદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.