લુણાવાડાની શ્રી એસ.કે.હાઇસ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો

લુણાવાડા,

મહિલાઓની સુરક્ષા માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષક આર.પી. બારોટના માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લાની પસંદગી પ્રાપ્ત શાળાઓમાં મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને કરાટેની પંદર દિવસની તાલીમ આપવામાં આવી હતી. લુણાવાડાની શ્રી એસ.કે.હાઇસ્કૂલમાં મહિલા સ્વરક્ષણ તાલીમ પૂર્ણ થતાં લુણાવાડા પી.આઇ. ધેનુ ઠાકરની ઉપસ્થિતિમાં તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો હતો. લુણાવાડા નગરની અન્ય એક શાળા કિસાન માધ્યમિક વિદ્યાલયમાં પણ આ સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો છે. વિદ્યાર્થિનીઓએ તાલીમ દરમ્યાનના અનુભવો મહિલા પીઆઈ સમક્ષ વર્ણવી તાલીમની ફળશ્રુતિ કરાટે પ્રદર્શનથી રજૂ કરી હતી. મહીસાગર જિલ્લા પોલીસ વતી સૌ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.