ઉદાલપુરી જીલ્લામાં પોલીસ અથડામણમાં માર્યા ગયેલ એક ડકૈતના શબની ઓળખમાં ભુલ હોઇ શકે છ : હેમંત વિશ્ર્વ શર્મા

  • અમે ખોટાના દરેક પાસાની તપાસ માટે મામલો અપરાધ તપાસ વિભાગને સોંપી દીધો છે : મુખ્યમંત્રી

ગોવાહાટી,

આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્ર્વ શર્માએ કહ્યું કે ગત અઠવાડીયે ઉદાલપુરી જીલ્લામાં પોલીસ અથડામણમાં માર્યા ગેયલ એક ડકૈતના શબની ઓળખમાં ભુલ હોઇ શકે છે કારણ કે મૃતકના પરિવારે તેને પોતાના સંબંધીનું શબ બતાવ્યું છે.તેનાથી શબની ઓળખને લઇ ભ્રમની સ્થિતિ પેદા થઇ ગઇ છે.શર્માએ આ ઘટનામાં પોલીસની કાર્યવાહીનું સમર્થન કર્યું તેમણે દાવો કર્યો કે પહેલા શંકાસ્પદ ડકૈતોએે પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે શબને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને ઓળખની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.કોંગ્રેસે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને હસ્તક્ષેપની માંગ કરતા કહ્યું કે જો પોલીસ કોઇની ખોટી ઓળખ કરી તેને ગોળી મારી દે છે તો આ એક ગંભીર મામલો છે.મુખ્યમંત્રી શર્માએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે અમે ખોટી ઓળખના પાસાઓની તપાસ માટે મામલો અપરાધ તપાસ વિભાગ(સીઆઇડી)ને સોંપી દીધો છે.સામાન્ય રીતે ઉપાયુકત કાર્યાલય કોઇ મૃતકની બાબતમાં પુછપરછ કરે છે બની શકે છે કે તેમણે ઉતાવળમાં તાપસ કરી હોય અને ભુલ થઇ ગઇ હોય.

એ યાદ કહે કે ૨૪ ફેબ્રુઆરીએ થયેલ ગોળીબારની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જયારે બે પોલીસ કર્મચારીઓને ગોળી વાગી હતી. આ ધટના તે સમયે બની હતી જયારે પોલીસ એક ડકૈતની બાબતમાં ગુપ્ત માહિતી મળ્યા બાદ તે સ્થાન પર ગઇ હતી જયાં કુખ્યાત ડકૈત કેનારામ બાસુમતારી અને તેનો સાથી કહેવાતી રીતે હાજર હતાં બીજો વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો બાદમાં પોલીસે દાવો કર્યો કે મૃતક બાસુમતારી છે તેની માતાએ શબની ઓળખ કરી ત્યારબાદ પરિવારજનોએ વિધિ વિધાન અનુસાર તેની દફનવિધી કરી.

ભ્રમની સ્થિતિ ત્યારે ઉભી થઇ જયારે પડોસી બકસા જીલ્લાના દિંબેશ્ર્વર મુચાહારીના પરિવારે ઉદલપુરીના પોલીસ અધીક્ષકના કાર્યાલયમાં આવ્યો અને દાવો કર્યો કે દફનાવવામાં આવેલ શબ મુચાહારીનો છે.પરિવારે દાવો કર્યો હતો કે બાસુમતારીએ મુચાહારીને પોતાની સાથે કોઇ જગ્યાએ ચાલવા માટે કહ્યું હતું અને તે કેટલાક દિવસ પહેલા સાથે ચાલ્યો ગયો હતો અથડામણમાં સામેલ બીજા વ્યક્તિની ઓળખ અને સ્થાનની હજુ માહિતી મળી નથી મુખ્યમંત્રીએ કહ્યું કે બાસુમતારીની માતા અને ભાઇએ શબની ઓળખ કરી હતી ત્યારબાદ પોલીસે શબ તેમને સોંપી દીધો હતો.

એ પુછવા પર કે શું શંકાસ્પદની ઓળખ સુનિશ્ર્ચિત કર્યા વિના પોલીસે ગોળી કર્યો તો શર્માએ કહ્યું કે આ એક જવાબી કાર્યવાહી હતી તેમણે કહ્યું કે જે પણ હોય પોલીસે ભુલથી ગોળીબાર કર્યો નથી એક વાહનથી પોલીસ દળ પર ગોળીબાર થયો એક ઉપ નિરીક્ષક અને કોસ્ટેબલને ઇજા થઇ હતી જયારે પોલીસે જવાબી ગોળીબાર કર્યો તો તેમને એ ખબર ન હતી કે વાહનમાં કેનારામ છે કે તેનો સાથી ડિબેશ્ર્વર છે.આ દરમિયાન કોંગ્રેસનના વરિષ્ઠ નેતાઓએ દેવવ્રત   સૈકિયા અને રકીબુલ હુસેને મામલામાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના હસ્તક્ષેપની માંગ કરી.