દિલ્હી પોલીસ હવે અપરાધિઓના ભાગતા પહેલા સ્થળ પર પહોંચી જશે

નવીદિલ્હી,

દિલ્હી પોલીસને દેશની સૌથી તેજ અને સારી પોલીસ કહેવામાં આવે છે.પોલીસ વિભાગની પાસે વર્લ્ડ કલાસ ફેસેલિટી છે,પ્રશિક્ષિત જવાન છે પરંતુ નવા વર્ષ પર થયેલ કંઝાવલ કાંડે પોલીસ વિભાગની અનેક પુછાયેલી કમીઓને જાહેર કરી દીધી છે.આ કાંડે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ  મંત્રાલયને વિચારવા પર મજબુર કરી દીધા છે કે આવા કાંડોથી કેવી રીતે બચી શકાય.કેવી રીતે અપરાધિઓને તાકિદે પકડી શકાય.તમામ બેઠકો અને વિચારો બાદ હવે કેન્દ્રીય ગૃહ  મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે.

દિલ્હી પોલીસમાં હવે પોલીસ કંટ્રોલ રૂમ યુનિટને ફરીથી અલગ કરવાનો આદેશ જારી કરી દીધો છે.આ આદેશ સીધો પોલીસ કમિશ્નર સંજય અરોડા તરફથી જારીકરવામાં આવ્યું છે જો કે આ પહેલા પણ પીસીઆર યુનિટ્સ અલગ જ હતી પરંતુ પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના તેને જીલ્લાની સાથે મિલાવી દીધું હતું આ મર્જર બાદ સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ)ને તેના પર નિયંત્રણનો અધિકાર આપવામાં આવ્યો હતો તેનું નુકસાન એ થયું કે પીસીઆરના રેસ્પાંસ કરવાનો ટાઇમ વધી હયો નવા આદેશ અનુસાર તેના પર અમલ કરવામાં આવ્યો છે અને પ્રક્રિયાને પુરૂ થવામાં માર્ચના અંત સુધીનો સમય લાગી શકે છે.

આદેશ અનુસાર પીસીઆર યુનિટમાં ૫,૨૧૯ જવાન અને ૬૫૦ વાન છે.પીસીઆર યુનિટને એક સપ્ટેમ્બર ૨૦૨૧માં ૧૫ જીલ્લાની પોલીસની સાથે મર્જ કરી દેવામાં આવી હતી આદેશમાં કહેવામાં આવ્યું છે કે જુની વ્યવસ્થાના સમયે રેસ્પાંસ ટાઇમ સારો હતો જો કે તેના મર્જરથી ૨,૭૦૦ પોલીસ જવાનો બીટવાળા કામોમાં લગાવવાની તક મળી હતી ગત અઠવાડીયે જ ૪,૮૬૬ કોસ્ટેબંલે દિલ્હી પોલીસ અકાદમીથી પોતાની ટ્રેનિંગ પુરી કરી લીધી છે અને તે તાકિદે દિલ્હી પોલીસની સેવામાં ઉપલબ્ધ થશે.