
મુંબઇ,
મહારાષ્ટ્ર વિધાનમંડળના બંને ગૃહમાં સંજય રાઉતના એક નિવેદન પર વિવાદ સર્જાયો. સંજય રાઉતે આજે તેમના કોલ્હાપુર પ્રવાસ પર કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનમંડળ નહીં ચોર મંડળી છે. આ નિવેદનને લઈ ભાજપ અને શિંદે જૂથ સંજય રાઉતની વિરૂદ્ધ ખુબ જ આક્રમક થઈ ગયા. તેને મહારાષ્ટ્ર વિધાનમંડળનું અપમાન કહેતા સંજય રાઉતની સામે ‘વિશેષાધિકાર ભંગ’નો પ્રસ્તાવ લાવવાની માંગ કરવામાં આવી. આ દરમિયાન ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ સંજય રાઉતની સામે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
નિતેશ રાણેએ વિધાનસભામાં સ્પીકરને સંબોધિત કરતા કહ્યું અધ્યક્ષ મહોદય સંજય રાઉતની ૧૦ મિનિટ માટે પોલીસ સુરક્ષા હટાવી દેવામાં આવે તો તે બીજીવાર જોવા નહીં મળે. આ તે જ સંજય રાઉત છે જેમને ક્યારેક લખ્યુ હતુ કે બાળાસાહેબ ઠાકરે અને તેમના પત્નીનો સાથ નથી મળતો. તેઓ પોલીસ સુરક્ષાથી ઘેરાયેલા રહે છે. આ સરકાર દ્વારા આપવામાં આવેલ રક્ષણ છે.
નિતેશ રાણેએ કહ્યું અમારે દરરોજ સવારે સંજય રાઉતને સાંભળવો પડે છે. શું મહારાષ્ટ્રને તેની જરૂર છે? અમે તેમનું શું ખાધું છે. રાઉત અને શિવસેનાનો શું સંબંધ છે. સામનામાં આવ્યા પહેલા તે શિવસેના વિરૂદ્ધ લખતા હતા. તેમની એટલી હિંમત થઈ ગઈ હતી કે તેમને હિન્દુ હ્દયસમ્રાટ બાલા સાહેબ ઠાકરેની વિરૂદ્ધ લખ્યું, શિવસેનાની વિરૂદ્ધ લખ્યું. મામકમાં પ્રકાશિત તેમનું કાર્ટૂન જુઓ.
દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદે વિશે આવું છાપી શકાય છે? શું તેમને અપશબ્દો કહી શકો છો? સંજય રાઉતની સુરક્ષા ૧૦ મિનિટ માટે હટાવી દો, તે આવતીકાલે જોવા નહીં મળે, હું આ સ્પષ્ટપણે કહું છું.
નિતેશ રાણેની આ ધમકીનો સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉતે જવાબ આપ્યો છે. સુનિલ રાઉતે કહ્યું ૪૦ ધારાસભ્ય (શિંદેની શિવસેના) સંજય રાઉતથી ડરી ગયા છે. સંજય રાઉત પોતાના નિવેદન પર ક્યારેય માફી નહીં માંગે. તેમને પહેલા જ સાડા ૩ મહિના જેલમાં રહેવાનું કબૂલ કર્યુ પણ ભાજપની સામે ઘુંટણ ના ટેકવ્યા, માફી ના માંગી, નિતેશ રાણે જગ્યા બતાવો, અમે ત્યાં આવવા માટે તૈયાર છીએ.